ડાકોર : ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તોને દાન કરવાની ઓનલાઈન સુવિધા પૂરી પાડવા માટે એચડીએફસી બેંક લિમિટેડે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ સાથે સહયોગ કર્યો છે. આજથી શરૂ કરીને ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તો કોઈ પણ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, અથવા તો નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ઝડપથી, સમયસર અને સુગમતાપૂર્વક દાન કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ સાથે કરાયેલા વિશેષ જોડાણના ભાગ રૂપે એચડીએફસી બેંક લિમિટેડ આરટીજીએસ, નેફટ, અને ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મારફતે દાન માટે ઈલેક્ટ્રોનિક કેશ મેનેજમેન્ટ પ્લેટફોર્મ પૂરૂ પાડશે. ભક્તો http://www.ranchhodraiji.org/donation.html ઉપર ક્લિક કરીને દાન કરી શકશે. 
ગુજરાતના ખેડા જીલ્લામાં ડાકોર ખાતે 1772માં સ્થપાયેલુ રણછોડરાયજીનુ મંદિર ટોચનુ યાત્રા ધામ છે.  અહી દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના આશિર્વાદ મેળવવા માટે પધારે છે. 


એચડીએફસી બેંકના ઝોનલ હેડ કુ.પર્લ સાબરવાલાએ જણાવ્યું હતું કે " શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરટ્રસ્ટના ઓનલાઈન દાનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અમારી પાર્ટનર તરીકે પસંદગી કરાઈ તેનુ અમને ગૌરવ છે. આ સહયોગને કારણે  એચડીએફસી બેંકની સલામત ડીજીટલ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરીને દુનિયાભરમાં ફેલાયેલા ભગવાનના લાખો ભક્તો સુગમતાથી દાન કરી શકશે. એચડીએફસી બેંકના પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને  ટેકનોલોજીની મદદ વડે અમે ભક્તો માટે આ કામગીરીને ઝડપી અને સરળ બનાવી છે." ડાકોર મંદિર ઉપરાંત ભક્તો ગુજરાતમાં આવેલાં અન્ય 25 ધાર્મિક સ્થળોએ તથા દેશની 100થી વધુ સંસ્થાઓને ચૂકવણી કરી શકશે.