35 લાખમાં PSI બનો! હવે સરકારી નોકરીઓમાં પણ નકલી ભરતી, જાણો ફરી કઈ ભરતીમાં થઈ ગોલમાલ?
Fake Recruitment: ગુજરાતમાં એવી અનેક સરકારી ભરતીઓ થઈ છે જેમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે. ઘણી પરીક્ષાઓ રદ થઈ તો કેટલીક પરીક્ષામાં હજુ વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં વધુ એક ભરતી કૌભાંડના આક્ષેપ લાગ્યા છે. વિદ્યાર્થી નેતા અને આંદોલકારી યુવરાજસિંહ જાડેજાના આક્ષેપથી ફરી ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. કઈ ભરતીમાં સામે આવ્યું નકલી ભરતી કૌભાંડ?
Gujarat In Fake Recruitment: ગુજરાતમાં થતી સરકારી ભરતી જો કોઈ વિવાદમાં ન આવે તો તે ભરતી ન કહેવાય. રાજ્યમાં થતી દરેક ભરતીમાં આક્ષેપ લાગે છે. જો સત્ય બહાર આવે તો પગલા લેવાય છે. બાકી ભરતી કૌભાંડ કરનારા બેફામ બની નવી ભરતીમાં સેટિંગ માટે લાગી જાય છે.
અરબ સાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય; ગુજરાતમાં ક્યાં કરાઈ છે ભયાનક વરસાદની આગાહી?
શું લગાવ્યો યુવરાજસિંહે આક્ષેપ?
ગુજરાત સરકારની વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, પોલીસ, સબ ઓડિટર અને GPSCની પરીક્ષામાં નકલી ભરતી કરવામાં આવી છે. રેલવે અને આરોગ્ય ખાતામાં પણ બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં કેટલા વ્યક્તિને છે દારૂની પરમિટ: કેવી રીતે થાય છે પ્રોસેસ, કેટલો મળે?
35 લાખ રૂપિયામાં PSIનો ભરતી કરાવી હોવાનો સનસનીખેજ આરોપ
યુવરાજસિંહે આ ભરતી કૌભાંડમાં ભાજપના નેતાની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે. આ કૌભાંડમાં ભાજપના નેતા કેતન શાહ અને રણજીત ઓડ પર મોટા આરોપ લગાવ્યા છે. કેતન અને રણજીતે પૈસા લઈને સરકારી નોકરી અપાવી છે. બન્ને વ્યક્તિ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને 35 લાખ રૂપિયામાં PSIનો ભરતી કરાવી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તો ભરતીમાં છેતરપિંડીનો શિકાર બનેલા 14 ઉમેદવાર પણ સામે આવ્યા હતા.
ભરશિયાળે ચોમાસા જેવો માહોલ! લાલ પાણીએ કયા જિલ્લાના લોકોનું જીવન બનાવ્યું નરક?
ભરતીમાં છેતરપિંડીનો શિકાર બનેલા 14 ઉમેદવાર
ગુજરાતમાં ફરી એકવાર ખળભળાટ મચી જાય તેવા આ આક્ષેપો મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો થયા હતા. જો કે પોલીસે ફરિયાદ ન નોંધતા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. યુવરાજસિંહે ભરતીમાં સેટિંગના તમામ પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે. તેના કારણે આગામી સમયમાં રાજ્યમાં ફરી વિદ્યાર્થીઓનો આંદોલન ઉઠે તો નવાઈ નહીં.
31 ફર્સ્ટની રાત્રે દારૂ પીધો તો આવી બનશે! સુરતમાં પોલીસ કમિશનરે બનાવ્યો એક્શન પ્લાન