હવે ગુજરાતી ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં, હજારો ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકારનું નાક દબાવ્યું
આજે દિયોદરના વખા વીજ સબસ્ટેશન ખાતેથી દિયોદર પ્રાંત કચેરી સુધી ટ્રેક્ટરોમાં બેસીને ખેડૂતોએ વીજળીની માંગ સાથે મહારેલી નીકાળી હતી. જે બાદ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત કચેરી પહોંચી 8 કલાલ પુરી વીજળી આપવાની માંગ કરી હતી. જો માંગ નહિ સ્વીકારાય તો પ્રાંત કચેરીએ જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠાના દિયોદરના વખા સબસ્ટેશન ખાતે ખેડૂતો છેલ્લા 7 દિવસથી 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે ધરણા ઉપર બેઠા છે. જો કે હવે ખેડૂતોના આ ધરણા આક્રમક બન્યા છે. ખેડૂતોએ આજે વખા વીજ સબ સ્ટેશનથી દિયોદર પ્રાંત કચેરી સુધી 70થી વધુ ટ્રેક્ટરોમાં હજારો ખેડૂતોએ બેસીને મહારેલી કાઢી હતી. 7 કિલોમીટર લાંબી આ ટ્રેકટર મહારેલીમાં આવેલ ખેડૂતોએ સમગ્ર રસ્તા દરમિયાન જય જવાન જય કિસાનના નારા સાથે 8 કલાક વીજળીની માંગ કરી હતી.
મહેસાણા : આજે દિયોદરના વખા વીજ સબસ્ટેશન ખાતેથી દિયોદર પ્રાંત કચેરી સુધી ટ્રેક્ટરોમાં બેસીને ખેડૂતોએ વીજળીની માંગ સાથે મહારેલી નીકાળી હતી. જે બાદ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત કચેરી પહોંચી 8 કલાલ પુરી વીજળી આપવાની માંગ કરી હતી. જો માંગ નહિ સ્વીકારાય તો પ્રાંત કચેરીએ જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠાના દિયોદરના વખા સબસ્ટેશન ખાતે ખેડૂતો છેલ્લા 7 દિવસથી 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે ધરણા ઉપર બેઠા છે. જો કે હવે ખેડૂતોના આ ધરણા આક્રમક બન્યા છે. ખેડૂતોએ આજે વખા વીજ સબ સ્ટેશનથી દિયોદર પ્રાંત કચેરી સુધી 70થી વધુ ટ્રેક્ટરોમાં હજારો ખેડૂતોએ બેસીને મહારેલી કાઢી હતી. 7 કિલોમીટર લાંબી આ ટ્રેકટર મહારેલીમાં આવેલ ખેડૂતોએ સમગ્ર રસ્તા દરમિયાન જય જવાન જય કિસાનના નારા સાથે 8 કલાક વીજળીની માંગ કરી હતી.
જામનગર કોર્પોરેશને હથેળીમાં ચાંદ દેખાડીને કરોડોના સાધનો વસાવ્યા હવે ધૂળ ખાઇ રહ્યા છે
ખેડૂતોની ટ્રેકટર રેલીમાં બળદગાડામાં બેસીને કિસાન નેતા પાલ આંબલિયા પણ આ રેલીમાં જોડાયા હતા. જે બાદ ટ્રેક્ટરો અને બળદગાડા સાથે આ મહારેલી દિયોદર પ્રાંત કચેરી આવી પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાથી સમગ્ર પ્રાંત કચેરી ગજવી નાખી હતી. 8 કલાક પૂરતી વીજળી આપવાની માંગ કરી હતી. જો સરકાર તેમની માંગ નહિ સ્વીકારે તો આગામી સમયમાં ગાંધીનગરની વિધાનસભાનો ઘેરાવો કરવાની કિસાન નેતા પાલ આંબલિયા અને ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.
હજારોની સંખ્યામાં મહારેલીમાં આવેલ ખેડૂતોએ પ્રાંત કચેરી પહોંચીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 8 કલાક પૂરતી વીજળીની માંગ કરી હતી અને પ્રાંત કચેરીમાં જ ધરણા શરૂ કર્યા હતા. ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમને 8 કલાક વીજળીની લેખિત બાંહેધરી નહિ આપવામાં આવે તો અમે હવે પ્રાંત કચેરીએ ધરણા કરીશું અને ગમે તે ભોગે 8 કલાક વીજળી લઈને ઝંપીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube