હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં હવે તમને લાલુપ્રસાદ યાદવ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મીમીક્રી કરતાં કોઈ રાજનેતાઓ કે સ્ટાર ચૂંટણીપ્રચારક નહીં જોવા મળે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રગટ કરીને ચૂંટણી પ્રચારમાં મીમીક્રી કરવી તે આચારસંહિતા ભંગ ગણાવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારકોની મીમીક્રી કરીને પણ પ્રચાર કરવાનો પ્રયોગો થતા હોય છે. સ્ટાર પ્રચારકોની જેમ છટા કે સ્ટાઈલથી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જોકે હવે આ પ્રકારનો પ્રયત્ન આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવશે.


અનોખા મોદી ભક્ત : એર સ્ટ્રાઈક બાદ ગ્રાહકોને ખવડાવ્યા મફત ‘મોદી પેંડા’


 



ગાંધીનગર કલેકટર એસ.કે.લાંગાએ જાહેરનામું પ્રગટ કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે, જે છટાદાર ભાષાણો આપવાથી, ચાડા પાડવાથી કે નકલ કરવાથી તૈયાર કરવામાં આવશે કે, આચાર સંહિતા ભંગ ગણાશે. આ જાહેરનામા ચિત્રો નિશાની જાહેર ખબરો, પદ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી દેખાડવાથી પણ નકલ કરવાનો પ્રયત્ન થશે તો તે પણ આચારસંહિતા ભંગ ગણાશે.