રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ગટર લાઇનોની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવવા જઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા રોબોટની ખરીદી કરવાનું વિચારી રહી છે. જેના માટે છેલ્લા 5 દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશને કેરલની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપની પાસેથી ચૂંટણીની આાચારસંહિતા પૂરી થઈ જાય ત્યાર બાદ આ રોબોટની ખરીદી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે માહિતી આપતા મેયર જિગીષા શેઠે જણાવ્યું કે, ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓનાં મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં ઉતારવામાં નહીં આવે. 


કેવો છે ડ્રેનેજની સફાઈ કરતો રોબોટ?
માનવીની જેમ હાથ, આંખ, પગ, મોઢું જેવો આકાર ધરાવતા આ રોબોટનું સંચાલન વિવિધ પ્રકારના વાયરિંગ દ્વારા કરવામાં આવે છે. આ રોબોટમાં જુદા-જુદા કેમેરા ફીટ કરેલા છે. ગટરમાં ગયા બાદ અંદરની સ્થિતિની માહિતી આ કેમેરા વડે બહાર લગાવવામાં આવેલા ડિસ્પ્લે પર જોઈ શકા છે. 


પોરંબદર ડ્રગ્સ કેસઃ દેશના યુવાધનને ડ્રગ્સને રવાડે ચડાવાનું પાકિસ્તાનનું નાપાક કૌભાંડ


ડિસ્પ્લેમાં જોયા બાદ રોબોટને જે કોઈ કમાન્ડ આપવા હોય તેની વ્યવસ્થા રાખવામાં આવે છી. આ રોબોટ ઈલેક્ટ્રિક પાવરની મદદથી ચાલે છે અને 8 કલાકની તેની ક્ષમતા છે. આ રોબોટ એક સમયમાં 20 થી 23 લીટર કચરો બહાર લાવી શકે છે.


તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ


ડ્રેનેજ કર્મચારીઓને થશે ફાયદો 
રાજ્યની મહાનગરપાલિકાઓમાં વારંવાર ગેસ ગળતરના કારણે સફાઈ કામદારોનાં મોત થવાની ઘટના અવાર-નવાર બનતી રહે છે. આ રોબોટના કારણે આવી ઘટના બનવાની સંભાવના સમાપ્ત થઈ જશે. સફાઈ કામદારોના જીવનું જોખમ ઘટશે. ઉપરાંત ગટર લાઇનીની સફાઈની કામગીરી ઝડપી અને ચોકસાઈપૂર્વકની બનશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....