ચેતન પટેલ/સુરત :સુરત શહેરના સીમાડા હવે વધી રહ્યાં છે, આ સીમાની સાથે ટ્રાફિક પણ સૌથી મોટી સમસ્યા બનીને ઉભરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના ઝીરો દબાણવાળા વિસ્તારોમાં લારી-ગલ્લાઓના કારણે ભારે ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે આ લારી ગલ્લાવાળાઓને દબાણ દૂર કરવા જતા કર્મચારીઓ પર હુમલા પણ થયા છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં દબાણ દૂર કરવા એક પોલીસ સ્ટેશનની પણ માંગણી કરવામાં આવી છે. તેમજ મુંબઈની જેમ સ્થળ પર જ લારીનો નષ્ટ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરની જો વાત કરીએ તો અંદાજીત 35 લાખથી વધુ વાહનોનું રજિસ્ટ્રેશન થયેલું છે. સુરત શહેરના કેટલાય વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં લારી ગલ્લાવાળા ત્યાં દબાણ કરતા હોય છે. આ દરમિયાન જ્યારે પણ મનપાના કર્મચારી આ દબાણ દૂર કરવા જતા હોય છે. ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થતી હોય છે અને એવા કેટલાય કિસ્સાઓમાં મનપા કર્મચારીઓ પર હુમલો પણ કરવામાં આવતો હોય છે. 


આ પણ વાંચો : હવે કચ્છ ખોલશે મંગળ ગ્રહનુ રહસ્ય, 5 વિસ્તાર એવા છે જે મંગળને મળતા આવે છે 


લારીવાળાઓની 3 લારી રાખવાની મોડસ ઓપરેન્ડી
સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો અવર્સની બેઠકમાં મુંબઈની જેમ ઝીરો દબાણ પર મુકાયેલા લારી ગલ્લાઓને સ્થળ પર જ નષ્ટ કરવાનો વિચાર મુકવામાં આવ્યો છે. કારણકે આ લારીવાળાઓ પોતાની પાસે ત્રણ જેટલી લારીઓ પોતાની પાસે રાખતા હોય છે. જો એક લારી મનપા ઊંચકીને લઈ જતી હોય છે ત્યારે તેઓ પોતાની અન્ય લારીઓ ફરીથી આ દબાણવાળા વિસ્તારમાં ઉભી કરી દેતા હોય છે.


આ પણ વાંચો : મોરબી બની રહ્યુ છે મેક્સિકો, દિનદહાડે ખંડણી માંગીને વૃદ્ધની તેમના જ દુકાનમાં હત્યા કરાઈ


આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની ડિમાન્ડ
આ સાથે સુરત મહાનગરપાલિકા માટે એક અલાયદુ પોલીસ સ્ટેશન મળી રહે તે માટે રાજ્ય સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનની મદદથી જ્યારે પણ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે ત્યારે પોલીસને સાથે રાખીને આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. આ પોલીસ મથકમાં પી.આઈ, બે પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓની માંગ કરવામાં આવી છે.