શૈલેષ ચૌહાણ/ સાબરકાંઠા: જીલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત લશ્કરી જવાનોએ પોતાની વિવધ પડતર માંગણીઓને લઇને બાઇક રેલી યોજી હતી. જાહેરસભા યોજી હતી અને આગામી દીવસોમાં હવે નિવૃત્ત જવાનો રાજ્ય વ્યાપી આંદોલન યોજવાની જાહેરાત કરશે. જેમાં લશ્કરી જવાનોના પરીવારોને પણ જોડવામા આવશે. હવે લશ્કરના નિવૃત્ત જવાનોએ પણ સરકાર સામે આંદોલનનુ બ્યુગલ ફુંક્યુ છે, હિંમતનગર શહેરમાં રવિવારે લશ્કરના નિવૃત્ત જવાનોએ એક વિશાલ બાઇક રેલી યોજી હતી. દેશભક્તિ ગીતો સાથે શહેરમાં બાઇક રેલી યોજીને દેખાવો કર્યા બાદ શહેરના સહકારી જીન વિસ્તારમાં સભા યોજી હતી અને પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને ચર્ચાઓ અને ચિંતા વ્યક્ત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારસા ધર્મ સંમેલન: સંત સમાજ દ્વારા CAAને સમર્થન, રૂપાણીએ કહ્યું, રાજસત્તા કરતાં ધર્મ સત્તાને વધુ મહત્વ આપીએ છીએ


દેશની રક્ષા કરીને નિવૃત થયેલ માજી સૈનિકો હાલ તો સરકાર સામે વિવિધ માંગણીઓને લઈને કાર્યક્રમો યોજી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 33 હજાર નિવૃત સૈનિકો અને 2800 જેટલી સૈનિક વિધવાઓ અને નિવૃત્ત સૈનીકોની પત્નિઓના બનેલા ૨૮૦૦ મહીલાઓના સંગઠન મળીને ગુજરાત રાજ્ય માજી સૈનિક સંઘઠન સાથે ગુજરાત ભરમાં વિવિધ કાર્યક્રમો આપવાનુ શરુ કર્યુ છે. 


રાજ્યમાં નવજાત બાળકોના મોત મામલે ડે.સીએમએ કહ્યું: મુત્યુદર ઘટ્યો છે, ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત


વિવિધ લોકો દ્રારા હાલ તો સરકાર સામે આંદોલનો ઉભા થઈ રહ્યા છે ત્યારે માજી સૈનિકો પણ હવે તો ઉગ્ર આંદોલન શરુ કરવા જઈ રહ્યા છે અને અગામી 26મી જાન્યુઆરી અમદાવાદ ખાતે સમગ્ર ગુજરાતના નિવૃત કર્મચારીઓ તેમની માંગણીઓ નહિ સંતોષાય ત્યા સુધી બેસીને આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એક પછી એક સરકારી કર્મચારીઓ સરકાર સામે બાંયો ચઢાવતા રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube