અમદાવાદઃ અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મેટ્રોમાં મુસાફરોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અત્યાર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા ઈચ્છતા લોકોએ મેટ્રો સ્ટેશનથી ટિકિટ લેવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઓનલાઈન બુક કરાવી શકાશે ટિકિટ
અમદાવાદ મેટ્રો રેલ દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” આજે લોન્ચ કરેલ છે.


આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ


“Ahmedabad Metro (Official)” એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે. ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે. 


આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ ૨૩/૧૨/૨૦૨૪ થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.