આણંદ : વલ્લભવિદ્યાનગરમાં મોટાબજારમાં આજે છાત્ર યુવા સંધર્ષ સમિતી દ્વારા હેડ કલાર્કની પરિક્ષાનું પેપર લીક થવા મામલે માર્ગો પર ભીખ માંગીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ભીખ માંગવામાં આવતા લોકોમાં અચરજ પ્રસરી ગયું હતું. આ ઉપરાંત લોકોમાં રમુજ પણ ફેલાઇ હતી. જો કે વિદ્યાર્થી સંગઠન ખુબ જ ગંભીર સંદેશ આપવા માંગતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 60 નવા કેસ, 58 રિકવર થયા, 1 નાગરિકનું મોત


હેડકલાર્કની પરિક્ષાનું પેપર લીક થતા આજે વલ્લભવિદ્યાનગરમાં છાત્ર યુવા સંધર્ષ સમિતીના કાર્યકરોએ મોટા બજાર વિસ્તારમાં હાથમાં વાડકા લઈને ભીખ માંગીને અનોખો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, મહેનત કરીને પૈસા ખર્ચીને વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારીઓ કરતા હોય છે,ત્યારે પેપર લીક થઈ જતા પરિક્ષાઓ રદ થાય છે. જેનાં કારણે વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવ્યા બાદ પણ બેરોજગાર બને છે. જેથી સરકારને જગાડવા અને પેપર લીક કરનારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિદ્યાર્થીઓ દ્વારા માર્ગો પર ભીખ માંગીને વિરોધ પ્રદર્શીત કરી રહ્યા છીએ.


હેડક્લાર્કની પરીક્ષા રદ્દ: પસંદગી મંડળના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવ્યા બાદ નિર્ણય


ગૌણ સેવા પસંદગી મંડળ ના પેપર લીક મામલે હવે એક પછી એક વિદ્યાર્થીઓ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ બહાર આવી રહ્યા છે અને ખુલીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સ્થિતિનો તાગ મેળવીને સરકારે પણ હવે માત્ર દેખાવના બદલે સાચે જ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ પર GUJCTOC દાખલ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાકીની પરીક્ષાઓ માટે દાખલો બેસાડવા માટે સરકાર દ્વારા કડક કાર્યવાહી થઇ શકે છે. GUJCTOC હેઠળ 5 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. નાણાકીય લાભ, આર્થિક ગુના, ઓર્ગેનાઈઝડ ક્રાઈમના કિસ્સામાં સરકારને GUJCTOC દાખલ કરવાની સત્તા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પરીક્ષા રદ કરવા અંગે અને આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube