Gujarat Election 2022 બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લો એટલે NRI નો પ્રદેશ વિદેશમાં રહીને પણ વતનની ચિંતા કરતા NRI ઓ ભારતની ચૂંટણીઓમાં પણ એટલો જ રસ ધરાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એટલે અનેક એનઆરઆઈ ખાસ કરીને ગુજરાત આવતા હોય છે. ભારતમાં ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ, તેથી કેટલાક એનઆરઆઈ તો ખાસ આ લોકશાહીનો પર્વ કેવી રીતે ઉજવાય છે તે જોવા માટે આવે છે. આણંદ જિલ્લામાં અનેક NRI ઓ હાલમાં ચૂંટણીમાં ભાગ લેવા વતનમાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ પાસેના વાસદનાં મુકેશભાઈ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના એડિસનમાં વસવાટ કરે છે. પરંતુ વતન પ્રત્યે પ્રેમના કારણે તેઓ અમેરિકાની નાગરિકતા લેતા નથી. તેઓ કહે છે કે મારે મારા દેશમાં આવવા માટે મારા દેશના વીઝા લેવા પડે એ મને માન્ય નથી અને માટે હું અમેરિકાની નાગરિકતા લેતો નથી. તેમજ તેઓ છેલ્લા ત્રણ દિવસથી અહીંયા આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. કેમકે નરેન્દ્ર મોદીએ સારા કામો કર્યા છે. તેમજ અહીંયા કરતા અમેરિકામાં આ ચૂંટણીનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.


મુકેશભાઈની અમેરિકામાં જન્મેલી દીકરી અને દીકરો પણ હાલ ચૂંટણી માટે ગુજરાત આવ્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેમને ખબર નથી કે અહીંયા કોણ ચૂંટણી લડી રહ્યું છે, કોની સરકાર છે પણ ભાજપ સમાજ માટે સારું કામ કરી રહી છે. ગરીબો માટે સારું કામ કરી રહી છે અને તેના માટે તેઓ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે.



મુકેશભાઈ કહે છે કે, હું અહી ગમે તે ચૂંટણી હોય મતદાન કરવા આવુ છું. અમેરિકામાં 30 વર્ષથી રહુ છું. આજે મને મારા દેશ માટે સન્માન છે, તેથી હુ આ દેશનો નાગરિક છે. મને આ ગામ પ્રત્યે વધુ વ્હાલ છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. આ દેશનો વિકાસ થાય તેવો અમારો હેતુ છે. 


તો અમેરિકાથી આવેલી ધર્મીએ કહ્યું કે, મને અહીંની સરકાર વિશે ખબર નથી, પણ હું ઈલેક્શનનો માહોલ જોવા આવુ છું.