ઉદય રંજન/અમદાવાદ : 25 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલી એનઆરઆઇ મહિલા સાથે તેમના જ ક્લાસમેટ મિત્રોએ મહિલા સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોના અને જમીનમાં રોકાણ કરાવવાની લાલચ આપીને રૂપિયા એક કરોડ 99 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સોલા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધયો છે. એક મહિલા સહિત કુલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 26 દર્દી રિકવર, એક પણ મોત નહી


કૃપલ બેન નામની મહિલા વર્ષ 2019માં અમેરિકથી અમદાવાદ આવ્યા હતા. જેમાં કૃપલ બેનની એક મિત્રએ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં અન્ય બીજા જુના મીત્રો પણ તે ગ્રુપમાં સામેલ હતા. ટ્સએપ ગ્રુપ થકી ફરિયાદી કૃપલ બેન તેમના જુના કલાસ મેટ મિત્ર એવા પ્રદીપ પંચાલ, મનીષા પંચાલ તથા પિયુષ ભોગીલાલ પટેલ આમ કુલ ત્રણ જુના મિત્રોના સંપર્કમાં આવ્યા હતા. અને જૂના મિત્રોએ પોતાની એન.આર.આઈ મિત્રના પૈસે મોજશોખ કરવાનો કારસો ઘડી નાખ્યો હતો. 


જો જો આવો મિત્ર તો નથીને નહી તો થઇ શકે છે તમારૂ મોત, મોરબીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો


બાદમાં આ ત્રણેય મિત્રોએ ભેગા મળીને કૃપલ બેનને જમીન તથા સોનામાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આથી વિશેષ ઠગ મિત્રોએ પોતાની મહિલા મિત્રને ગાડીમાં ફેરવવાની વાત કરીને નવી ગાડીના પૈસા પણ ખંખેરી લીધા હતા. બાદમાં જ્યારે આ એન.આર.આઈ મહિલા અમદાવાદ પરત આવી ત્યારે આ ત્રણેય ઠગ મિત્રોએ તેમના પૈસા આપ્યા નહીં અને તેમની મહિલા મિત્ર વિરુદ્ધ ખોટા કેસ ઉભા કરી તમને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.  હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube