સુરતી NRI યુવતીને મિત્રતા ભારે પડી! ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે યુવકે પડાવ્યા 1.89 કરોડ
હાલ 27 વર્ષીય યુવતી ચાર વર્ષ પહેલાં તબીબી અભ્યાસ માટે અમેરિકાના ન્યુયોર્ક ગઈ હતી. ત્યાં હતી તે દરમ્યાન ફેસબુકના માધ્યમથી કોવી નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. આ યુવક પોતે અમેરિકામાં જ તબીબી અભ્યાસ કરતો હોવાનું જણાવતો હોઈ યુવતીએ ફોન પર જ તેની સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા.
ઝી બ્યુરો/સુરત: સુરત શહેરમાં રહેતી એક યુવતી 2019 દરમિયાન અમેરિકામાં ભણવા ખાતે ગઈ તે સમય દરમિયાન જ એક યુવકે તેને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ત્યારે યુવતીએ ભારતીય લાગતા તે યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને ત્યારબાદ યુવક યુવતીઓ સાથે મિત્રતા શરૂ થઈ હતી. છ મહિનામાં યુવતીને પ્રેમ થયો અને ત્યારબાદ યુવકે પોતાનું અસલી રૂપ બતાવવાનું ચાલુ કર્યું.
આ વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધીનો વરસાદ થશે! જાણો નવરાત્રિમાં કેવુ રહી શકે છે વાતાવરણ?
યુવકે શરૂઆતમાં આ યુવતી પાસે અભ્યાસમાં મદદના નામે ઉછીના પૈસા માંગ્યા હતા. શરૂઆતમાં થોડા ઘણા પૈસાની લેવડ દેવડ બાદ યુવક અને યુવતી એવા પ્રેમ સંબંધમાં બંધાયા કે યુવતીને ખબર જ ના પડી કે જે યુવક સાથે તે પ્રેમમાં પડી છે તે તેને ફક્ત ઠગીનો શિકાર બનાવી રહ્યો છે. 2019થી લઈને 2024 સુધી યુવતીએ આ યુવકને મદદના નામે અને તેની સાથે સાથે બ્લેકમેલ કરી 1.89 કરોડ રૂપિયા આપ્યા હતા. વધુ પૈસા માંગતા અંતે યુવતીએ કંટાળી આ યુવક વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે એ યુવકના ગેજેટને ટ્રેસ કરવાનું શરૂ કર્યું અને 12 કલાકમાં જ આરોપી ગુરુપ્રસાદ કોવીને ચેન્નઈના એક હોટલમાંથી ઉપાડી લાવી હતી.
ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...
હાલ 27 વર્ષીય યુવતી ચાર વર્ષ પહેલાં તબીબી અભ્યાસ માટે અમેરિકાના ન્યુયોર્ક ગઈ હતી. ત્યાં હતી તે દરમ્યાન ફેસબુકના માધ્યમથી કોવી નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. આ યુવક પોતે અમેરિકામાં જ તબીબી અભ્યાસ કરતો હોવાનું જણાવતો હોઈ યુવતીએ ફોન પર જ તેની સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. ફોન ઉપર વિડીયો કોલથી છ મહિના સુધી સતત વાત કરતી હોઇ ફોન પર જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.
આ જગ્યા પર લોકો ખાય છે જીવતી માછલી!, જાણો શું છે આ સ્પેશિયલ ડીશનું નામ
ફોન પર જ વિડીયો કોલ દરમ્યાન યુવતીને ઇન્ટીમેટ કરી તેની પાસે ન્યુડ ફોટો મંગાવ્યા હતા. ભોળવાઈ ગયેલ યુવતીએ આ ફોટો મોકલ્યા તે સાથે જ તેનું આર્થિક શોષણ શરૂ થયું હતું. પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવી યુવકે ફીના નામે નાણાં માંગતાં યુવતીએ 700 ડોલર ટ્રાન્સફર કર્યા હતા. થોડાંક સમય બાદ ફરીથી નાણાં માંગ્યા હતા. આ વખતે યુવતીએ ઇન્કાર કરતાં યુવકે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. પોતે કોઈ તબીબી સ્ટુડન્ટ નહિ હોવાનું કે અમેરિકા નહિ પરંતુ ભારતમાં જ રહેતો હોવાનું જણાવી નાણાં ટ્રાન્સફર કરવા ધમકી આપી હતી. નાણાં ટ્રાન્સફર નહિ કરતાં આ યુવતીના ફોટો તેના ભાઈને મોકલ્યા હતા. ભાઇને ફોટો મોકલ્યા બાદ યુવતીને ફરી ધમકી આપવામાં આવી હતી. આ વખતે આ ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપતાં તે ડરી ગઈ હતી અને ચાર વર્ષના સમયગાળા દરમ્યાન યુ.પી.આઈ. બેન્ક ટ્રાન્ઝેક્શન તથા મની ટ્રાન્સફર એપથી 1.89 કરોડની માતબર રકમ ટ્રાન્સફર કરી હતી.
'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
બાદમાં સમગ્ર બનાવવાની લઈને યુવતીએ તેના પરિવારજન અને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને બાદમાં મામલો સાયબર ક્રાઈમ પોલીસમાં પહોચ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપી કોવિનની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ટેકનીકલ ટીમની મદદ લઈ આરોપી કોવિન સુધી પહોંચી હતી.સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુરુપ્રસાદ કોવિની ધરપકડ કરી તેની પાસે રહેલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો. તેની પાસે ઇલેક્ટ્રોનિક ગેજેટ જેમ કે મોબાઈલ, લેપટોપ અને અન્ય ચીજવસ્તુઓ આ તમામ મુદ્દામાલની તપાસ કરતા સાયબર ક્રાઈમના પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.
કાળુ પડી જશે આકાશ! નવરાત્રિમાં હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં મેઘો મચાવશે તોફાન
આ યુવકના મોબાઇલ અને લેપટોપમાંથી યુવતીના ન્યુડ ફોટો મળી આવ્યા હતા. આરોપીના મોબાઇલમાં વધુ તપાસ કરતા તેના મોબાઇલમાંથી અન્ય કેટલીક યુવતીઓના પણ ફોટા મળી આવ્યા હતા. શરૂઆતમાં આ આરોપી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સામેની યુવતીઓને બોડી બિલ્ડરોના એટ્રેક્ટિવ ફોટો મોકલી કે જે પોતાનું હોવાનું કહેતો હતો અને તે ફોટો જોઈ યુવતીઓ આકર્ષાઈ જતી હતી તેવા પણ ખુલાસા થયા છે.
લખી લેજો! અંબાલાલે કહ્યું; 'ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે
યુવતીઓ સાથે વાતચીત દરમિયાન આરોપી ગુરુપ્રસાદ કોવી જણાવતો હતો કે તે બહુ મોટા પોલિટિશિયનનો દીકરો છે તેની બહુ ઊંચી ઊંચી ઓળખાણો છે તે હાઈ ક્લાસ ગાડીઓ વાપરતા હોવાનો પણ ફોટો લોકોને મોકલતો હતો. આ આરોપી જે લોકો પાસેથી પૈસા મેળવતો હતો તે પૈસા ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી જુગાર રમવામાં વાપરતો હતો. પોલીસે આરોપી ગુરુપ્રસાદ કોવીની એકાઉન્ટ ડીટેલ્સ પણ તપાસી હતી, પરંતુ બહુ કોઈ વધારે વસ્તુઓ તેમાં મળી આવી ન હતી.