નવી દિલ્હી: જર્મનીનીની એક પ્રવાસી ભારતીયએ ગુજરાતમાં તેમની પિતૃક જમીન મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયાજના માટે સોપી દીધી છે. આ રેલવે તરફથી આ પરિયોજના માટે રાજ્યમાં અધિગ્રહિત કરવામાં આવેલો પ્રથમ ભાગ છે. આ જાણકારી નેશનલ હાઇ સ્પિડ રેલ કોર્પોરેશ લિમીટેડ(એનએચએસઆરસીએલ)ના અધિકારીને શુક્રવાર આપી હતી. અધિકારીએ જણાવ્યું કે સવિતાબેન જર્મનીમાં એક એક ભારતીય રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. તે મૂળ રૂપમાં ચનસાડ ગામથી છે, અને તે 33 વર્ષે પહેલા વિવાહ બાદ જર્મની ચાલી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચનસાડમાં એનએચએસઆરસીએલ(NHSRCL)માં 11.94 હેક્ટર જેટલી ખાનગી જમીનની જરૂરત હતી. અને સવિતાબેને તેમની જમીન 30,094 રૂપિયામાં વેચી દીધી છે. NHSRCLના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું, કે તે જમીન પરિયોજન માટે જમીન આપવા માટે વિમાનથી ભારત આવી અમે તેમના માટે અત્યંત આભારી છીએ. તે ફરીથી જર્મની પાછી પણ ચાલી ગઇ જ્યાં તે તેના પુત્ર પાસે રહીને રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. તેમણે કહ્યું કે, આ જમીન પહેલો ટૂકડો છે, જે આપણે પરિયોજના માટે રાજ્ય હસ્તક કરી છે.


ગુરુવારે NHSRCLના મહારાષ્ટ્રના ઠાણેના પાયે ગામમાં 0.29 હેક્ટર જમીન પરિયોજના માટે અધિગ્રહિત કરી કુલ 3,32,76,468 રૂપિયાની રકમ ચાર પ્લોટના માલિકોને આપી હતી. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, વેચાણ પત્ર પર હસ્તાક્ષર થઇ ચૂક્યાં છે. અને રકમના દસ્તાવેજ પર પણ હસ્તાક્ષર થવાથી ત્રણ કલાકમાં જ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમાં કરી દેવાયા હતા. 


508 કિમી લાંબા રૂટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આશરે 1400 હેક્ટર જમીનની જરૂર પડશે જેમાંથી 1120 હેક્ટર જમીન સામાન્ય લોકોની માલિકી વાળી છે. આશરે 6000 જમીન માલિકોને તેમની જમીન માટે ચૂકવણી કરવી પડશે. પહેલા એનએચએસઆરસીએલ મુંબઇમાં પરિયોજના માટે માત્ર 0.09 ટકા જમીન જ હસ્તગત કરી શકી હતી. અને આ જમીન હસ્તગત મુદ્દાને લઇને બંન્ને રાજ્યોમાં વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે એ જિલ્લાઓમાં સહમતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તે લોકો ખેડૂતોને તેમની જમીન આપવા માટે મનાવી શકે.