પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ (Patan) ની ઉત્તર ગુજરાત યુનિવર્સીટી (HNGU) દ્વારા ગેરરીતિ આચરી MBBS ના ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડ (Froud) સાથે વધુ બીજા બે કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યા છે. ત્યારે આજે તમામ કૌભાંડ મામલે તપાસ અને તેનો જવાબ માંગવા NSUI દ્વારા કુલપતિને મળવા પહોંચ્યા પણ  મુખ્ય પ્રવેશ દ્વારને તાળાં મારી દેતા ભારે હોબાળો મચવા પામ્યો હતો અને છેવટે કુલપતિ બહાર આવતા ગેટને તાળાબંધીમાં જ વિદ્યાર્થી સંગઠન દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રીમડિસીવર ઇન્જેક્શનને લઇને સામે આવ્યું મોટું નિવેદન


પાટણ યુનિ. (Patan University) માં પ્રથમ MBBS કૌભાંડ, પુરવણી બદલી પાસ કરવાનું કૌભાંડ અને ત્યાર બાદ કેમેસ્ટ્રી વિભાગ ના નાણાં કૌભાંડ પ્રકાશ માં આવ્યું આમ ત્રણ જેટલા કૌભાંડો બહાર આવ્યા પણ તપાસ મામલે માત્ર નાટકો કરવામાં આવતા આજે NSUI ના પ્રદેશ પ્રમુખ માહિપાલ સિંહ ગઢવી ના નેજા હેઠળ યુનિ. કેમ્પસ ખાતે કાર્યકરો રજુઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ મુખ્ય પ્રવેશ દ્રાર બંધ કરી તાળાં મારી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા ભારે હોબાળો મચવા પામ્યો હતો.  

જરૂરિયાત જણાશે તો ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા પથારીઓ સરકાર હસ્તક લેવાશે


તો વિદ્યાર્થી સગઠન NSUI દ્વારા કુલપતિના રાજીનામાની ઉગ્ર માંગ ઉચ્ચારી હતી તો કુલપતિને મળવા અને રજુઆત કરવાની હઠ કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓએ કૌભાંડ મામલે રજુઆત કરી અને નૈતિકતાના ધોરણે કુલપતિને રાજીનામુ આપવું જોઈએ તેવી માંગ કરી હતી. અને જ્યાં સુધી કુલપતિ રાજીનામુ નહીં આપે ત્યાં સુધી NSUI નો વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. 


આ કૌભાંડ મામલે કુલપતિએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તપાસ કરાઈ રહી છે એટલે રાહ જોવી પડશે. તો ખાસ આ  MBBS કૌભાંડની તપાસ પણ મેં આપી અને તેમાં સરકાર હવે તપાસ કરી રહી છે. તે પ્રકારનો લુલો બચાવ કુલપતિ દ્વારા કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube