અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યની સૌથી જૂની અને મોટી એવી ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી ન થવાને કારણે વિવાદનું કેન્દ્ર બની રહી છે. ચૂંટણી યોજાય તે માટે NSUI ના કાર્યકરો દ્વારા દર વર્ષે અનેકવાર રજુઆત બાદ પણ ચૂંટણી યોજાવા સંદર્ભે દર વખતે ભાગતા ફરતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કાર રોકી હતી. આ વખતે વિદ્યાર્થીઓએ કુલપતિ હિંમાશુ પંડ્યાની કારનો ઘેરાવ કર્યો હતો અને હલ્લાબોલ કર્યું હતું.


ઉંઝા જતો દરેક રસ્તો બન્યો ઉમિયામય, જુઓ પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ મંડપથી ખાસ Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 4 વર્ષથી સતત વિદ્યાર્થી સેનેટની ચૂંટણી ન થતા આખરે NSUI ના કાર્યકરો વધુ એકવાર ચૂંટણી યોજાય તે હેતુથી રજુઆત કરવા ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને મળવા પહોંચ્યા હતા. પરંતુ 11 વાગ્યા સુધી કુલપતિ તેમની ઓફિસમાં ગેરહાજર હોવાનું માલૂમ પડતા આખરે કુલપતિને રજુઆત કરવા તેમની શોધમાં કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા હતા. 11 વાગ્યે ઓફિસમાં ગેરહાજર રહેલા કુલપતિ હિમાંશુ પંડ્યા આખરે તેમના ઘરે મળી આવતા વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનો રોષ જોતા હિમાંશુ પંડ્યા ગુજરાત યુનિવર્સીટી તરફ આવવા નીકળ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓએ કુલપતિની ગાડીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધને જોતાથી ગુજરાત યુનિવર્સીટી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો.


ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાનીના રૂપિયા ચૂકવવા અંગે સરકારે કરી મોટી જાહેરાત


વિદ્યાર્થીઓનો રોષ જોતા ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચેલા યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને કેટલાક નેતાઓને રજૂઆત માટે બોલાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતથી ગભરાયેલા કુલપતિએ આ મામલો મીડિયામાં ના આવે તે હેતુથી મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમજ પોતે વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજવા કટિબદ્ધ હોવાની વાત કહી સ્વબચાવ કર્યો હતો.


અમદાવાદ : ACBના છટકામાં 1 લાખની લાંચ લેતા ડેપ્યુટી ઈજનેર રંગેહાથ ઝડપાયા


ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યાએ પદભાર સાંભળ્યો છે ત્યારથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ માટે થવી જોઈએ એવી વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાતી નથી. ત્યારે વધુ એકવાર રજૂઆત માટે આવેલા વિદ્યાર્થીઓને કુલપતિએ ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવી બાંહેધરી આપીને હાલ પૂરતી છટકબારી શોધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...