અમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા
ભારત બંધની અસર ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં નહિવત જેવી જોવા મળી. અમદાવાદમાં અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરંતુ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વિરોધ કરવા પહોંચેલા NSUIના કાર્યકરોએ 3 બીઆરટીએસ બસ રોકીને તેની ચાવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પણ ચાવી લઈ ફરાર થયેલા કાર્યકરોને પકડવા દોડાદોડ કરી મૂકી હતી.