ગુજરાતમાં આ શું થવા બેઠું છે? NTDNT અનામત કેટેગરીની 40 જ્ઞાતિઓના લોકો દ્વારા ચક્કાજામ
ગુજરાતમાં વિચરતી અને વિમુક્ત જાતિને NTDNT Category થી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં SC, ST તથા OBC ની જેમ આ પણ એક આરક્ષિત કેટેગરી છે.
વેરાવળ: સોમનાથ હાઇ-વે પર NTDNT અનામત કેટેગરીની 40 વિવિધ જ્ઞાતિઓના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. "અમને અમારો હક આપો" ના નારા સાથે સમગ્ર જિલ્લામાંથી NTDNT જ્ઞાતિઓના સભ્યો વેરાવળ પહોંચ્યા હતા, જ્યાં સરકાર ઉપર દબાણ લાવવા તેઓ દ્વારા રસ્તો રોકવાના પ્રયત્નો કરાયા હતા.
ગુજરાતમાં વિચરતી અને વિમુક્ત જાતિને NTDNT Category થી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં SC, ST તથા OBC ની જેમ આ પણ એક આરક્ષિત કેટેગરી છે. આ કેટેગરીના લોકોને સરકાર ઘ્વારા વિકાસ માટે શિષ્યવૃતિ, ધિરાણ તથા યોજનાનો લાભ આપવામાં આવે છે. ત્યારે આ જ્ઞાતિઓને પોતાને મળતા લાભો ઓછા હોય તેનાથી અસંતોષ છે.
ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એન્ટી ડીએનટી સમાજનો દાવો છે કે 2017માં સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા તેને પૂર્ણ કરવામાં આવ્યા નથી. એન્ટિડેન્ટી જ્ઞાતિઓને વિશેષ 11 ટકા અનામત આપવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube