વાવાઝોડાની અસર, ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્લન લગાવાયું
- પોરબંદરમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઇ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
- આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોનમાં તબદીલ થશે
અતુલ તિવારી/અમદાવાદ :આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડું (cyclone) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને 18 મી તારીખે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. તેથી દરિયાકાંઠે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના અનેક બંદરો પર 1 નંબરનુ સિગ્લન લગાવી દેવાયુ છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાની તાકાત વધી, ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે
આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોન (Tauktae cyclone) માં તબદીલ થશે. ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે 18 તારીખે સવારે વાવાઝોડું (cyclone) પહોંચશે. ત્યારે અમરેલીમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમા 1 નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારો એલર્ટ કરી દેવાયા છે અને તેમને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તો પોરબંદરના બંદર પર પણ સિગ્નલ લગાવી દેવાયું છે. જીએમબી દ્વારા 1 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવનાને જોતા આ સિગ્નલ લગાવાયું છે.
આ પણ વાંચો : લેવાના દેવા થઈ જશે, જો કોરોનામાં બિનજરૂરી વાપરશો આ બે દવા
પોરબંદરમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઇ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારી માટે ગયેલા તમામ બોટને બંદર પર પરત આવી જવા અપાઈ સૂચના અપાઈ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. જોકે, પોરબંદરના દરિયામાં હાલ વાતાવરણ સામાન્ય છે.