Rajkot News રાજકોટ : સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ બાદ હવે રાજકોટ ભાજપમાં એક અશ્લીલ ક્લીપથી ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઈ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વીડિયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ વહેતો થયો. કાર્યકરને ઠપકો આપીને વીડિયો તાત્કાલિક અસરથી હટાવી લેવાયા હતા. સાથે જ આ મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. પોર્ન વીડિયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ભાજપના મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું 
રાજકોટમાં બે વર્ષ પહેલા બનેલી ઘટનાનુ પુનરાવર્તન થયું છે. રાજકોટ વોર્ડ નંબર 4 ના ગ્રૂપમાં ભાજપના કિસાન મોરચાના ગ્રૂપમાં એક બે નહિ, પરંતું 6 અશ્લીલ વીડિયો મૂકાયા હતા. આ જ ગ્રૂપમાં રાજકોટના મહિલા મેયર પણ સામલ છે. ત્યારે અશ્લીલ સામગ્રી જોઈને મહિલા સદસ્યો ક્ષોભીલી પડી હતી, અને ફટાફટ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગઈ હતી. આ વોર્ડ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે. 


સરકારના એક નિર્ણયથી વધી ગયા સિંગતેલ-કપાસિયા તેલના ભાવ, પામોલિન પણ હવે સસ્તુ ન રહ્યું