રાજકોટની 65 હજાર જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે
રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઓડ-ઇવન નંબરથી દુકાનો ખોલવા જાહેરાત બાદ રાજકોટ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ગઇકાલે બેઠક મળી હતી. જેમાં મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના બજારોમાં આજથી આ મામલે મનપા દ્વારા દુકાનો પર સ્ટીકર લગાવવા કામગીરી શરૂ કરી છે. રાજકોટની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે. જેના બાદ રાજકોટમાં ઓડ અને ઈવન નંબર મુજબ દુકાનો ખોલી દેવામાં આવશે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઓડ-ઇવન નંબરથી દુકાનો ખોલવા જાહેરાત બાદ રાજકોટ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ગઇકાલે બેઠક મળી હતી. જેમાં મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના બજારોમાં આજથી આ મામલે મનપા દ્વારા દુકાનો પર સ્ટીકર લગાવવા કામગીરી શરૂ કરી છે. રાજકોટની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે. જેના બાદ રાજકોટમાં ઓડ અને ઈવન નંબર મુજબ દુકાનો ખોલી દેવામાં આવશે.
"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી આર્શીવાદ લીધા
ઓડ નંબરનું પીળા કલરનું સ્ટીકર જે દુકાન બહાર હોય તે વેપારી ઓડ એટલે કે એકી તારીખ ના રોજ દુકાન ખોલી શકશે. જ્યારે ઇવન નંબરનું બ્લુ કલરનું સ્ટીકર જે દુકાન બહાર હોય તે વેપારી બેકી તારીખ પર દુકાન ખોલી શકશે. રાજકોટમાં આજે અનેક દુકાનો પર સવારથી જ સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે. જેથી ગ્રાહકોને પણ માલૂમ પડે કે કઈ દુકાનો ક્યારે ખૂલશે અને ક્યારે બંધ રહેશે.
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
રાજ્ય સરકાર દ્વારા શહેરની દુકાનો ખોલવા માટે ઓડ ઇવન પદ્ધતિ અમલી બનાવવા સુચના આપી છે તે મુજબ મનપા દ્વારા તાત્કાલિક ધોરણે દુકાનદારોએ પોતાના પ્રોપર્ટી કાર્ડના નંબર મુજબ એકી અને બેકી નંબર મુજબ દુકાનો ખોલવાનો આદેશ કર્યો હતો. જોકે પ્રોપર્ટીકાર્ડ ના ફોર્મ્યુલામાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા મનપા જ્યાં સુધી સ્ટીકર નથી લગાવ્યા ત્યાં સુધી પ્રોપર્ટી કાર્ડ નંબર આધારે દુકાનો ખુલશે તેવો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે.