અમદાવાદઃ ગુરૂદ્વારા પાસે સ્લમ વિસ્તારના સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, પોલીસનો લાઠીચાર્જ
સ્થાનિકોએ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદઃ ઓઢવમાં 20 વર્ષ જૂની ગરીબ આવાસ યોજાનું મકાન ઘરાશાયી થવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે ગરીબ આવાસ યોજનાના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થા ન થતા લોકો દ્વારા આંલોદન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બીજીતરફ રસ્તા રોકવાને કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પર કર્યો હતો. ત્યારબાદ પોલીસે મહિલાઓની પણ અટકાયત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
શું છે ઘટના
શહેરના ઓઢવ વિસ્તારમાં ગુરૂદ્વારા પાસે 20 વર્ષ જૂની ઈન્ડિરા ગરીબ આવાસ યોજના આવેલી છે. તેમાં આવેલા શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની બે ઈમારતો રવિવારે સાંજે પડી ગઈ હતી. જેમાં 10 જેટલા લોકો દડાયા હતા. આ ઘટનામાં પાંચથી છ કલાક સુધી રેસ્ક્યૂ ચાલ્યું હતું. જેમાં પાંચ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એકનું મોત થયું હતું. મોડી સાંજે બનેલી આ ઘટનામાં આખી રાત અધિકારીઓ પણ હાજર રહ્યાં અને રેસ્ક્યૂનું કામ પુરૂ કર્યું હતું.