Surat Police : લોહીના ડાઘવાળા કપડાં પર દરજીના ટેગ અને UPI પેમેન્ટ સ્લિપથી ઓરિસ્સા પોલીસને 30 કલાકની અંદર હત્યાનો કેસ ઉકેલવામાં મદદ મળી. આ ગેંગરેપ વિથ મર્ડરના કેસને સોલ્વ કરવામાં સુરત પોલીસે મોટી મદદ કરી હતી. સુરત પોલીસની મદદથી ઓરિસ્સા પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરિસ્સાના કટકમાં 13 ડિસેમ્બરે કાથાજોડી નદીના પટ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ, તેણીની ઓળખ થઈ શકી ન હતી અને ન તો તેણી માટે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓરિસ્સા પોલીસને પ્રાથમિક તપાસમાં એક કાગળની રસીદ મળી હતી. જેના પર "ન્યૂ સ્ટાર ટેલર્સ" (NEW STAR TAILORS) લખેલું મળ્યું હતું. આ કાગળની રસીદ જે કોઈ કપડાની હતી, તે ઓરિસ્સા પોલીસ માટે મોટી લીડ હતી. ઓરિસ્સા પોલીસે સમગ્ર ઓડિશામાં સમાન નામવાળી ટેલરિંગ દુકાનોની તપાસ કરી, પરંતુ રસીદની ડિઝાઇન સાથે કોઈ મેળ ખાતું ન હતું.


ઓડિશામાં ટેલરના નામ અથવા તેના જેવા નામ ધરાવતા લગભગ 10 દરજીઓની ચકાસણી કરવામાં આવી હતી, અને તેમની ટેગ ડિઝાઈનની તુલના ઘટના સ્થળ પર મળેલા શર્ટ અને પેન્ટના ટેગ સાથે કરવામાં આવી હતી. જો કે, ત્યાં કોઈ મેળ પડ્યો ન હતો. ત્યારે ત્યાંના ગંજમ જિલ્લામાં એક દરજીએ પોલીસને જાણ કરી કે, ગુજરાતમાં આવા પ્રકારના ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. 


દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ


ત્યાર બાદ, આ કેસને સોલ્વ કરવા માટે ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને સુરતમાં આ દરજી મળ્યો હતો. દરજીના ટેગમાં '3833' નંબર હતો જે મેળ ખાતો હતો અને શોધવા પર તે જોવામાં આવ્યું કે શર્ટ 'બાબુ' નામના એક વ્યક્તિ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. વધુ પૂછપરછ પર દરજીએ કહ્યું કે તેણે ગ્રાહક 'બાબુ'ને 100 રૂપિયા પાછા આપવાના હતા, પરંતુ તેની પાસે છુટ્ટા રુપિયા ન હતા અને તેથી તેણે રકમ મોબાઈલ નંબરના ઈ-વોલેટમાં ટ્રાન્સફર કરી દીધી.


નંબર 'બાબુ'ના મિત્રનો હતો. બાબુ 27 વર્ષીય જગનાથ દુહુરી હોવાનું જાણવા મળ્યું હતું, જે પીડિતાનો સાળો થતો હતો.  બાબુ ટ્રેન દ્વારા સુરત પરત જઈ રહ્યો હતો. ટ્રેન રાયગડામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. પૂછપરછ પર, બાબુએ તેના ભાઈ બલરામ દુહુરી (પીડિતાનો પતિ) અને પિતરાઈ ભાઈ હપી દુહુરી સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. બાદમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસે જણાવ્યું હતું કે મહિલા અને તેના પતિ વચ્ચેનો વૈવાહિક વિવાદ હતો. બલરામને શંકા હતી કે મહિલાના કોઈની સાથે લગ્નેત્તર સંબંધ છે. તેથી તેણે હત્યા કરી હતી. 


આમ, ઓરિસ્સાના કંડરપુર પો.સ્ટેશનમાં નોંધાયેલ ગેંગ રેપ વિથ મર્ડરના "Blind Case" ને ડિટેક્ટ કરવામાં સુરત પીસીબીને મોટી સફળતા સાંપડી હતી. સુરત પોલીસને કારણે ઓરિસ્સા પોલીસ માત્ર 30 કલાકમાં આરોપી સુધી પહોંચી શકી હતી. સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ઓરિસ્સા પોલીસ પાસેથી મદદ માંગતા સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં લીબાયતના અંબાનગર વિસ્તારમાં "NEW STAR TAILORS" નામની ટેલરની દુકાન આવેલ હોવાનું બહાર આવ્યું હતું. ટેલરની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરી પેન્ટ સિવડાવનાર ઇસમની ઓળખ થઈ હતી. જે આરોપી મુળ ઓડીશા રાજયના વતની હોવાનું બહાર આવ્યું હતું. જેથી આરોપીનું નામ, સરનામું તથા મોબાઇલ નંબરની માહિતી ઓડીશા પોલીસને આપવામાં આવ્યા હતા. જે આધારે ઓડીશા પોલીસ તપાસ કરી કુલ-૦૩ ઈસમોની ધરપકડ કરી હતી. પુછપરછ કરતા જણાઈ આવેલ કે, ત્રણેય આરોપીઓએ ભેગા મળી મહિલા સાથે ગેંગ રેપ કરી મર્ડર કરી તેની લાશને નદી કિનારે ફેંકી દીધી હતી. આમ, આરોપીએ પહેરેલ પેન્ટમાં લોહીના નિશાન પડતા પેન્ટ પણ બનાવવાળી જગ્યા નજીક ફેંકી હતી. જેનાથી આ કેસ ઉકેલાયો હતો.