Odisha Rail Accident: ઓડિશામાં થયેલ રેલવે દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવી દીધા છે અને 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માત બાદ આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું રાજીનામું માગી રહ્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે એક ધડાકો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે ટ્વિટ કરી જણાવ્યું કે, 9 ફેબ્રુઆરી 2023ના આંતરિક અહેવાલમાં સિગ્નલની સલામતી વિશે વાત કરતા કહેવામાં આવી હતી. જો સિગ્નલનું કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં સરકારે આ અહેવાલ પર ધ્યાન આપ્યું ન હતું.



બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ટરલોકિંગ સિસ્ટમ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ જવાબદાર હોઈ શકે છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે.