ઉદય રંજન/અમદાવાદઃ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો દ્વારા આતંક ફેલાવવા માટે નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે તેવું સામે આવ્યું છે. એટીએસ દ્વારા જે ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ હવે સીધી લડાઈ નહિ કરીને યુવાધનને બરબાદ કરવાનો કારસો રચતા હોવાનો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમી દ્વારકાના સલાયામાંથી 5 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એટીએસએ બે આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપી રફીક અને અઝીઝને ખંભાળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એટીએસએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચાલુ કરવામાં આવી છે.


એટીએસ દ્વારા આરોપી રફીક અને અઝીઝની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા છે. ડ્રગ્સનો જથ્થો 4 માસ અગાઉ પાકિસ્તાનથી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇસ્લામાબાદ નજીકના નાના ગામ બવાહલપૂરથી મોકલવામાં આવ્યો હતો. બવાહલપુર નજીકમાં આતંકી સંગઠનનું હેડકવાર્ટર આવેલું છે. ડ્રગ્સનો જથ્થો મધદરિયે અઝીઝનું વાહન લઇને રફીક સુમરા ગયો હતો તેણે ડ્રગ્સ લોડ કર્યું હતું. 5 કિલો ડ્રગ્સ માંડવીમાં મોકલાયું હતું. અન્ય 100 કિલો ડ્રગ્સનો જથ્થો ઉત્તર પૂર્વના રાજ્યોમાં મોકલવામાં આવ્યો હતો. એટીએસના મતે ડ્રગ્સ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત રફીકે પાકિસ્તાનમાં કોનો સંપર્ક કર્યો હતો તેની માહિતી મળતાં આતંકીઓને શોધવાની કાર્યવાહી કરી છે.


આતંકીઓએ હવે યુવાધનને બરબાદ કરવા માટે નવો કરસો રચ્યો છે. તેમજ બીજી તરફ કરોડોની આવક પણ ઉભી કરવામાં લાગી છે. હાલમાં તો એટીએસ અલગ અલગ ટીમો બનાવીને ષડયંત્રના મૂળ સુધી પહોંચવામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.