છેલ્લા પાંચ વર્ષમાં એસીબીની ઝપેટમાં આવેલા લાંચીયા સરાકારી અધિકારી, જુઓ આંકડા
છેલ્લા 5 વર્ષની સરખામણીમાં ગુજરાત લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચિયા સરકારી બાબુઓ પર વર્ષ 2018માં રેકોર્ડ બ્રેક કેસો નોંધી કરોડોની લાંચની રકમ કબ્જે કરી છે. જેમાં વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં કેટલા કેસ થયા તથા કેટલા આરોપીઓ હતા અને કેટલી રકમ કબ્જે કરવામાં આવી તે તમામ પ્રકારની માહિતી આ રહી
ઉદય રંજન/અમદાવાદ: છેલા 5 વર્ષની સરખામણીમાં ગુજરાત લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચિયા સરકારી બાબુઓ પર વર્ષ 2018માં રેકોર્ડ બ્રેક કેસો નોંધી કરોડોની લાંચની રકમ કબ્જે કરી છે. જેમાં વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં કેટલા કેસ થયા તથા કેટલા આરોપીઓ હતા અને કેટલી રકમ કબ્જે કરવામાં આવી તે તમામ પ્રકારની માહિતી આ રહી
છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય માહિતી જેમાં સૌથી વધુ કેસ અને સૌથી વધુ લાંચની રકમ વર્ષ 2018માં ઝડપી પાડવામાં આવી છે.
વર્ષ | કુલ કેસ | કુલ આરોપી | કુલ રકમ |
2014 | 275 | 395 | 1,13,52,420 |
2015 | 305 | 445 | 86,35,410 |
2016 | 258 | 445 | 76,06,670 |
2017 | 148 | 216 | 71,04,450 |
2018 | 332 | 729 | 89,35,665 |
ત્યારે હવેએ જોઈ કે, વર્ષ 2018માં ગુજરાતના ક્યાં સરકારી વિભાગમાંથી સૌથી વધુ લાંચ લેતા લાંચિયા બાબુઓને એસીબીએ છટકું ગોઠવી ઝડપી પડયા છે
વર્ષ | વિભાગ | કુલ કેસ | કુલ આરોપી | કુલ રકમ |
2018 | ગૃહ વિભાગ | 81 | 137 | 20,14,600 |
2018 | પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ | 60 | 94 | 13,62,500 |
2018 | મહેસુલ વિભાગ | 23 | 30 | 14,04,750 |
2018 | આરોગ્ય વિભાગ | 10 | 14 | 14,04,750 |
2018 | શિક્ષણ વિભાગ | 8 | 11 | 1,71,150 |
2018 | શહેરી વિકાસ | 21 | 21 | 11,42,000 |
2018 | કેન્દ્ર સરકારના વિભાગ | 21 | 40 | 19,65,800 |
ત્યારે વર્ષ 2018ની ટ્રેપો દરમિયાન એસીબીની ટીમોને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરો પડ્યો છે. જેમાં લાંચિયા બાબુ ટ્રેપથી બચવા માટે અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીઓ પણ ઉપયોગમાં લેતા હોય છે. અને પુરાવાનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કરતા હોયવાના બનાવો પણ સામે આવ્યા છે. તો આવો કેવી-કેવી પદ્ધતિ ઉપયોગ કરે છે. એસીબીના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડી.પી ચુડાસમાંએ આપેલી માહિતી.
બહાર આવાવરૂં જગ્યા પર બોલાવા
ચાલુ વાહન પાર લંચ લેવી
લાંચ ની રકમનો નાશ કરવો
લાંચ ની રકમ મોઢામાં ચાવી જવી
ખાનગી માણસને વચ્ચે રાખવા
પરિવારના કોઈ સભ્યને લાંચ લેવા મોકલવા
લાંચમાં મોંઘી મોંઘી ગીફ્ટો લેવી વગેરે
ત્યારે દિવસને દિવસે લાંચિયા બાબુઓ લાંચ લેવાની પદ્ધતિમાં ફેરફાર કરતા હોય છે. તો સામે એસીબી પણ વિશેષ ટ્રેનિંગ મેળવીએ લાંચિયા બાબુને ઝડપવા માટે સફળતા મેળવે છે.