અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જે પણ નગર પાલિકાઓની મુદત પુર્ણ થઇ રહી હોય તેવા 51 પાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓમાં યોજા ત્યાં સુધી જે તે નગર પાલિકાઓનાં વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને તેમની વડા તરીપે રોજબરોજની કામગીરી સંભાળવા માટેનો આદેશ આપ્યો છે. હવે રાજ્યની 6  નગરપાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી આ મહાનગરપાલિકાઓના વડા તરીકે મ્યુનિસિપલ કમિશ્નરોને રોજબરોજની કામગીર વહન કરવા માટેના આદેશો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહ વાહ! દીપડાને પકડવા વન વિભાગે વાંદરાનુ પાંજરૂ મુક્યું, દીપડો પાંજરામાંથી મારણ લઇને ફરાર

રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સંભાળશે. આ સમય દરમિયાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો નહી કરી શકે. 6 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી પુર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખ મળે ત્યા સુધી કમિશ્નરો જ રોજબરોજની કામગીરીઓનું વહન કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં હાલમાં ચૂંટણી થઇ શકે તેમ નહી હોવાના કારણે આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.


બેંકમાંથી મોટી રકમ ઉપાડનારા લોકોને નિશાન બનાવતી ગેંગને જૂનાગઢ પોલીસે ઝડપી

નગરોજમાં રોજબરોજના નાગરિકોની સુખાકારી કામો તથા વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. રાજ્યની જે 51 નગરપાલિકામાં ચીફ ઓફીસરને આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં 'અ' વર્ગની 16, 'બ' વર્ગની 23 અને 'ક' વર્ગની 51 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube