સુરત GIDCમાં બનેલી દુર્ઘટના બાદ કેમિકલ કંપનીનું સત્તાવાર નિવેદન, જાણો શું કહ્યું?
સુરતની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપની અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાતે આગ લાગી હતી. આ કંપનીમાં કેમિકલ બનાવવામાં આવે છે.
સુરત: સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી અનુપમ રસયાણ ઈન્ડિયા પ્રાઈવેટ કંપનીમાં શનિવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવ્યું છે. તો આ ઘટનામા એક કામદારનું મોત નિપજ્યું છે.
આ ઘટનામાં હાલ અનુપમ રસયાણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમે અત્યંત દુઃખ સાથે સૂચિત કરીએ છીએ કે 10 સપ્ટેમ્બર, 2022ના રોજ સચિન જીઆઇડીસીમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. કંપનીના યુનિટ-6 ખાતે એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ લાગી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અમારી ફાયર રિસ્પોન્સ ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે એક વિશેષ ટીમ આગની ઘટનાના કારણની તપાસ કરી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયાં છે અને 20 વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેઓ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. અમારા માટે કામદારો અને કર્મચારીઓ અમારી પ્રાથમિકતા છે. અમે અસરગ્રસ્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સહયોગ કરવા કટીબદ્ધ છીએ.
મહત્વનું છે કે, સુરત જિલ્લામાં સચિન જીઆઇડીસી અને ભરૂચ જિલ્લામાં ઝગડિયા જીઆઇડીસીમાં વિવિધ સ્થળો ઉપર કાર્યરત છ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં યુનિટ 6 એક સ્વતંત્ર યુનિટ છે અને તેની ક્ષમતા સૌથી ઓછી છે. અમે નુકશાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તથા ટૂંક સમયમાં પ્લાન્ટને શરૂ કરવા જરૂરી પગલાં ભરીશું. વધુમાં અમે સંપત્તિ અને નફામાં નુકશાન સામે વીમા કવચ ધરાવીએ છીએ. કંપની વહીવટીતંત્રને સહયોગ કરીને જરૂરી તમામ મદદ કરી રહી છે.
અનુપમ રસાયણે હંમેશાથી તમામ સુરક્ષા અને નિયમોનું પાલન કર્યું છે અને તેનું અનુપાલન જાળવી રાખશે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા જરૂરી પગલાં ભરશે.
જાણો શું બની હતી સમગ્ર ઘટના?
સુરતની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપની અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાતે આગ લાગી હતી. આ કંપનીમાં કેમિકલ બનાવવામાં આવે છે. શનિવારે મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થવાની ઘટના બની હતી, જેના બાદ આગ લાગી હોવાનું કહેવાય છે. આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા.
આગ લાગતા જ જોતજોતામા પ્રસરી ગઈ હતી, જેના બાદ મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી આજુબાજુમાં રહેતા અને પસાર થતા વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા. લોકોએ આ બ્લાસ્ટ દૂર સુધી નિહાળ્યો હતો. જોતજોતામાં આગ આખી કંપનીમાં પ્રસરી ગઈ હતી. કંપનીમાં કેમિકલ ભરેલુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ લાગતા જ 30 થી વધુ ફાયર કંપનીઓએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. માંડ 4 થી 5 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કુલ પાંચ કામદારો ઘવાયા છે. જેમા એક કામદારનૂું મોતન િપજ્યું છે. આગની સ્થિતિ જોતા મોતનો આંકડો વધુ શકે છે.