• ગુજરાત સરકાર આ અધિકારીઓ સામે પાંગળી અને બિચારી છે તે આ ઘટના પરથી જ ખબર પડે છે

  • મુખ્યમંત્રીના ધ્યાને વાત આવતા તેઓ માફી માંગવા સિવાય કાંઇ પણ કરી શક્યા નહોતા અને ચાલતી પકડી હતી

  • ઉચ્ચ પોલીસ અધિકારી સત્તાના નશામાં એટલો ચુર થયો કે હજી પણ લાજવાના બદલે ગાજી રહ્યો છે

  • હપ્તા લઇને નાગિન ડાન્સ કરવા પણ તૈયાર થતા આ અધિકારીઓ સામાન્ય માણસ સામે રોફ ઝાડવામાં પાછા નથી પડતા


રાજકોટ : વડાપ્રધાન મોદીના ડ્રીમપ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ નિર્માણાધીન છે. જેના પ્રથમ તબક્કાનું કામકાજ આગામી સમયમાં પુર્ણ થવા જઇ રહ્યું છે. તેવામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે સ્થળ મુલાકાત લેવાના છે. જો કે આ મુલાકાત અગાઉ કવરેજ કરવા માટે પહોંચેલા મીડિયા કર્મચારીઓ સાથે DCP ઝોન-1 પ્રવિણ કુમાર મીણાએ ગેરવર્તણુંક કરી હતી. બે મીડિયા કર્મચારીઓ હેલિપેડ નજીક ઉભા હતા ત્યારે મીણાએ તેની સાથે ગેરવર્તણુંક કરી હતી. બે કેમેરામેનના ગળા દબાવીને તેમને ધક્કા મારીને ખરાબશબ્દો કર્યા હતા. આટલેથી નહી અટકેલા અને ગુજરાતને પોતાની બાપીકી મિલકત ગણતા આ અધિકારીએ 7 મીડિયા કર્મચારીઓને ડિટેઇન કરવાની ધમકી આપીને ડિટેન્શન વાનમાં પણ ભરી લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT : ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર, જાણો ક્યારે અને ક્યાંથી મળશે પરિણામ


જો કે આ મામલો મુખ્યમંત્રીના ધ્યાને આવતા તેઓ દિલગીરી વ્યક્ત કરવા સિવાય કાંઇ પણ કરી શક્યા નહોતા. અધિકારી રાજ કેટલી હદે ગુજરાતમાં વકરી ચુક્યું છે અને અધિકારીઓ કેટલી હદે સત્તાના નશામાં ચુર થઇ ચુક્યાં છે તેની ખબર આ ઘટના પરથી પડે છે. મીડિયા સાથે આવી ગેરવર્તણુંક કરનાર આ અધિકારી સામાન્ય જનતા સાથે શું કરતો હશે તે તો કલ્પી જ શકાય તેમ છે. આવો અધિકારી શું જનતાની સેવા કરતો હશે માત્ર કહેવાતા જનતાના સેવક હવે પોતાની જાતને ગુજરાત રાજ્યના બાપ સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત આવા અધિકારીઓ ગુજરાતને આર્થિક રીતે પણ ખોખલું કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.


શું તમારા વિસ્તારના MLA એ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો કે મુંગા રહ્યાં, જોઈ લો ધારાસભ્યોનુ રિપોર્ટ કાર્ડ


હાલમાં જ એક સચિવ કક્ષાના અધિકારી અને અગાઉ કલેક્ટર રહેલા અધિકારીની કરોડો રૂપિયાના કૌભાંડ કેસમાં સંડોવણી બહાર આવી છે. ત્યારે અધિકારીઓ સામે સરકાર કેટલી પાંગળી સાબિત થઇ રહી છે સ્પષ્ટ પણે વર્તાય છે. આરોપીઓના હપ્તા લઇને તેમની સામે પુછડી પટપટાવતા આ અધિકારીઓ જનતા અને મીડિયા સમક્ષ ફેફસા ફુલાવીને ફરે છે. રોફ છાંટ્યા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તોડકાંડ પણ ત્યારે જ પ્રકાશમાં આવ્યો જ્યારે એક રાજકારણીએ હપ્તો ચુકવવો પડ્યો હતો. આવી જ રીતે સુરેન્દ્રનગર તોડકાંડ પણ ત્યારે જ બહાર આવ્યો જ્યારે અન્ય એક રાજકારણી પાસે ગનના લાયસન્સ માટે પૈસાની માંગ કરવામાં આવી.