અમદાવાદ: કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય  (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક સેમિસ્ટર માટે કોલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.

રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ચાલી રહ્યા છે કોચિંગ ક્લાસીસ


અત્રે ઉલ્લેખનીય છે કે આયોગ દ્વારા એપ્રિલ-2021માં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.  આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા લેવામાં આવનારી નાયબ માહિતી નિયામક, વર્ગ-1, મદદનીશ માહિતી નિયામક વર્ગ -2, સિનિયર સબ એડિટર વર્ગ-3 અને માહિતી મદદનીશ વર્ગ -3ની પરીક્ષાઓ પણ  હાલ પૂરતી મોકૂફ કરી દેવામાં આવી છે.

AMC નો આદેશ, આજથી અમદાવાદમાં પાન પાર્લર અને ચાની કિટલીઓ અનિશ્ચિતકાળ સુધી રહેશે બંધ


UP: ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળા-કોલેજ બંધ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના વાયરસની  બીજી લહેરથી કોરોના (Corona Virus) ના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. શનિવારે 12 હજારથી વધુ કેસ આવ્યા બાદ હવે રાજ્ય સરકારે ભીડ રોકવા માટે અનેક પગલાં લીધા છે. વધતા કેસના કારણે હવે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તમામ ખાનગી અને સરકારી શાળા કોલેજો તથા કોચિંગ ક્લાસ 30 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube