ગાંધીનગર : ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર તોફાનને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. માર્ચ બાદ ઉત્તરહિંદ મહાસાગર વિસ્તારમાં પહેલીવાર ચક્રવાતનું સર્જન થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જો આ ચક્રવાત પ્રબળ બને તો તેનું નામ હવામાન વિભાગ દ્વારા આસની નક્કી કરવામાં આવ્યું છે. ચક્રવાતના નામોની સાયકલ અનુસાર આ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગ દ્વારા અપાયેલા અપડેટ અનુસાર બંગાળની ખાડીમાં આ પ્રેશર બની રહ્યું છે. 19 માર્ચથી પૂર્વોત્તર વિસ્તાર તરફ આગળ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ભયાનક આગાહી સાચી ઠરી, ગુજરાતમાં ધુળેટીના દિવસે ગુલાલના બદલે લોહીના ફૂવારા ઉડ્યા, લાશોના ઢગલા


20 માર્ચની આસપાસ તે અંડમાન સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. 22 માર્ચે તે ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારના ઉત્તર તરફના હિસ્સાને સ્પર્શે તેવી શક્યતા છે.21 માર્ચે તે ચક્રવાત બનશે અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો જેવા કે કેરાળા, તમિલનાડુ અને પુડૂચેરી અને કર્ણાટકમાં આ સમય દરમિયાન વરસાદ પડે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. 


સુરતમાં ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 ના કાટમાળ નીચે દબાઈને મોત, હજુ કેટલાક ફસાયા


બીજી તરફ તોફાનની શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપતા જણાવ્યું કે, હવાની તિવ્રતા 70-80 કિલોમીટર પ્રતિકલાક વચ્ચે હોઇ શકે છે. અંડમાન નિકોબાર દ્વીપ સમુહના મંગળવારે ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. માછીમારોને પણ આ સમયગાળા દરમિયાન દરીયો નહી ખેડવા માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત અંડમાન નિકોબાર સમુહ માટે ખાસ એલર્ટ અપાયું છે. જેમાં જમીન પર રહેલા નાગરિકોને પણ સલામત રહેવા માટે સુચના અપાઇ છે. અહીં હવાની ઝડપ પણ 90 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યા છે. ભારે વરસાદના કારણે કોઇ દુર્ઘટના ન બને તે માટે નાગરિકોને અત્યારથી જ એલર્ટ રહેવા માટે સુચના અપાઇ છે. જો કે ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન વાતાવરણ યથાવત્ત રહેશે. ગરમીમાં આંશિક રાહત મળી શકે છે પરંતુ લું થી જરા પણ રાહત નહી મળે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube