ઉમેશ પટેલ/વલસાડ: વલસાડના જૂજવાં ગામે એક દુર્લભ માછલી મળી આવી છે. અમેરિકાના એમેઝોનમાં મળતી દુર્લભ માછલી ઔરંગા નદીમાંથી મળતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. માછલી પકડતા સમયે યુવકને માછલી મળી હતી. ત્યારબાદ માછલી જોવા ગામના લોકો ઉમટ્યા હતા. અગાઉ આ માછલી યુપીના વારાણસી નજીક ગંગા નદીમાં મળી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડના જૂજવા ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં શુક્રવારે સવારે માછલી પકડવા ગયેલા એક યુવાનની જાળમાં સકર માઉથ કૈટફિશ નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી. જોકે, આ માછલી મોટાભાગે અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે. હવે વલસાડના જૂજવા ગામે ઔરંગા નદીમાંથી આ દુર્લભ માછલી મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.



વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતો નિલેશ રમેશ નાયકા ગંગાજી ફળિયામાં ઔરંગા નદીમાં માછલી પકડવા માટે જાળ નાંખી રહ્યો હતો. તે દરમિયાન તેની જાળમાં અત્યંત દુર્લભ માછલી ફસાઈ ગઈ હતી. જાળમાં ફસાયેલી આ દુર્લભ માછલીનું નામ સકર માઉથ કૈટ ફિશ હોવાનું જાણવા મળ્યું છે.


આ દુર્લભ માછલી વિશે માહિતી મળી કે હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ વારાણસીના ગંગા નદીમાં મળવાથી જેટલું આશ્ચર્ય પેદા કર્યું છે. તેટલી જ વૈજ્ઞાનિકો માટે ચિંતા ઉભી કરી છે. વૈજ્ઞાનિકો ચિંતા દર્શાવતા કહ્યું છે કે, આ માછલી માંસાહારી છે અને પોતાના ઈકોસિસ્ટમ માટે જોખમ પણ છે. સામાન્ય રીતે નદીઓ પોતાના ઉંડાણોમાં ઘણા રાઝ અને રહસ્યને સમેટી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube