ઝી ન્યૂઝ/દ્વારકા: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતા દરિયામાં ફરી એકવાર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ભારે પવન ફૂંકાતા યાત્રીકોને ધ્યાને રાખીને ઓખા- બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સવિઁસ બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા -બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવિઁસ તારીખ 26 સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકામાં ભારે પવન જોવા મળી રહ્યો છે. ખરાબ વાતાવરણના કારણે ગુરુવારથી યાત્રિકોને ધ્યાનમાં રાખીને ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. બેટ દ્વારકા જતી ફેરી સર્વિસ 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


ગુજરાત ઈનોવેશનમાં અગ્રેસર હોવાના દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો, 2021માં ટોપ 10માં પણ નથી


જો તમે વીકેન્ડમાં ગુજરાતના દરિયા કાંઠે અથવા તો દ્વારકાધીશના દર્શને જવાના હોવ તો તમારે બેટ દ્વારકા ગયા વિના જ પરત ફરવુ પડશે. કારણ કે ખરાબ હવામાન વિભાગને કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ગુરુવાર બપોર બાદ બંધ કરવામાં આવી છે. 


પશુ વેતર પીરિયડમાં આવ્યું છે કે કેમ? આ અનોખુ સંશોધન પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બનશે


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેને લઇને દરિયામાં કરંટ જોવા મળતા હાલ  ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube