Okha-howrah અને Porbandar-howrah સ્પેશિયલ ટ્રેનો જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર સ્ટેશન જશે
જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર (Shalimar) સ્ટેશનથી રાજકોટ રેલવે મંડળમાંથી પસાર થતી ઓખા-હાવડા (Okha-howrah) અને પોરબંદર-હાવડા-પોરબંદર (Porbandar howrah Porbandar) વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા: જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર (Shalimar) સ્ટેશનથી રાજકોટ રેલવે મંડળમાંથી પસાર થતી ઓખા-હાવડા (Okha-howrah) અને પોરબંદર-હાવડા-પોરબંદર (Porbandar howrah Porbandar) વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ વિગતો આપતાં વડોદરા (Vadodara) મંડળના ડીસીએમ ડો. જિનીયા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બંને ટ્રેનોને સંતરાંગાક્ષી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ બંને ટ્રેનો ઓખા/પોરબંદરથી શાલીમાર સ્ટેશન જશે અને પરત શાલીમાર સ્ટેશનથી પણ રવાના થશે. અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી. વિગતો નીચે મુજબ છે.
Gujarat Education Calendar: આ તારીખે યોજાશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા
ઓખા-શાલીમાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન:
ટ્રેન નંબર 02905 ઓખા - શાલીમાર સ્પેશિયલ (જૂની ટ્રેન ઓખા - હાવડા) 16 જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે ઓખાથી શાલીમાર જશે. આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 02.55 વાગ્યે સંતરાગાછી પહોંચશે અને સવારે 03.20 વાગ્યે શાલીમાર પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નં. 02906 શાલિમાર-ઓખા સ્પેશિયલ (જૂની ટ્રેન હાવડા-ઓખા) 18 જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે શાલીમારથી ઓખા જશે. આ ટ્રેન 21.05 કલાકે શાલીમારથી ઉપડશે, તે જ દિવસે 21.13 કલાકે સંતરાગાછી પહોંચશે અને બીજા દિવસે ઓખા પહોંચશે.
Gujarat: મોરબી માળીયા હાઈવે ઉપર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 5ના મોત
પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન:
ટ્રેન નં. 09205 પોરબંદર - શાલીમાર સ્પેશિયલ (જૂની ટ્રેન પોરબંદર - હાવડા) 13 જાન્યુઆરી, 2022 થી પોરબંદરથી હાવડાને બદલે શાલીમાર જશે. આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 02.55 વાગ્યે સંતરાંગાક્ષી અને 03.20 વાગ્યે શાલીમાર પહોંચશે. બદલાની દિશામાં ટ્રેન નંબર 09206 શાલિમાર-પોરબંદર સ્પેશિયલ (જૂની ટ્રેન હાવડા-પોરબંદર) 15 જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે, શાલીમારથી પોરબંદર રવાના થશે. આ ટ્રેન શાલીમારથી રાત્રે 21.05 વાગે ઉપડશે. સંતરાંગાક્ષી ત્રીજા દિવસે તે જ દિવસે 21.13 કલાકે પોરબંદર પહોંચશે.
મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કાર્યરત દિવસોની વિગતો મેળવવા માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube