અમદાવાદમાં વૃદ્ધએ કરી આત્મહત્યા, ફરી વિવાદમાં આવી રાજસ્થાન હોસ્પિટલ
ચાંદખેડાના કબીસા ડુપ્લેક્સમાં રહેતા દિનેશભાઈ પરમાર રાજસ્થાન હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવતા હતા
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગીકાલે એક વૃદ્ધએ ગળે ફાસો ખાઈને આપઘાત (suicide) કર્યો હતો. ચાંદખેડાના કબીસા ડુપ્લેક્સમાં આ બનાવ બન્યો હતો. જોકે, વૃદ્ઘના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : એક બિચારા કાન પર કેટલુ લટકાવીને ફરવાનું? એ મજાકનું સોલ્યુશન એક કંપનીએ શોધ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડાના કબીસા ડુપ્લેક્સમાં રહેતા દિનેશભાઈ પરમાર રાજસ્થાન હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવતા હતા. તોએ ગત ઓગસ્ટ, 2019માં વર્ષમાં નિવૃત્ત થયા હતા. ત્યારે તેમના પુત્ર વૈભવ પરમાર અને પરિવારજનોએ રાજસ્થાન હોસ્પિટલ પર આક્ષેપ મૂક્યો છે. તેઓએ રાજસ્થાન હોસ્પિટલના સત્તાધીશો સામે આરોપ મૂક્યો કે, હોસ્પિટલના સંચાલકો તેઓના પીએફના રૂપિયા માટે ધક્કો ખવડાવતા હતા. તેમજ હોસ્પિટલ દ્વારા તેઓને કોન્ટ્રાક્ટ પર કામ કરવાની પણ લાલચ આપવામાં આવી હતી. હોસ્પિટલના સંચાલકોને કારણે મારા પિતા ગત વર્ષથી ધક્કા ખાતા હતા.
આ પણ વાંચો : ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો