નવસારીના ધના રૂપા થાનકમાં ખોદકામ દરમિયાન મળ્યો 18 મી સદીનો ખજાનો, જૂના પીપળા નીચે દટાયેલો હતો
Navsari Treasure: નવસારીમાં ખોદકામમાં પૌરાણિક સિક્કા મળ્યા... ચિતાલી ગામે પૌરાણિક ખતરા અને ચલણી સિક્કા મળ્યા
Old Coins ધવલ પારેખ/નવસારી : નવસારીના ચિતાલી ગામે ધના રૂપા થાનકે 18 મી સદીનો ખજાનો મળી આવ્યો છે. નવસારી જિલ્લાના ચિતાલી ગામે આદિવાસીઓના થાનકે પૌરાણિક સિક્કાઓ મળી આવ્યા છે. ચિતાલીમાં ધના રૂપા થાનકે ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કા મળ્યાં છે. ધોડીયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાના થાનકના વિકાસ અને લાઈબ્રેરી બનાવવા માટેનું આયોજન થયુ છે. ચિતાલી ગામે ધોડીયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું મુખ્ય સ્થાન છે.
પરજણ એટલે ઉજવણાના મહિના. આ દિવસે ચિતાલી ગામે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે આ સ્થાનકનું વિકાસકામ હાથ ધરાયું છે. આ થાનકના વિકાસ માટે સરકાર દ્વારા પણ અનુદાન ફાળવવામાં આવ્યું છે તેથી હાલ તેનું ખોદકામ ચાલી રહ્યું છે. અહી એક વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ આવેલું છે, જેની નીચે ખોદકામ કરતા જૂના સિક્કાઓ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : બે વર્ષ બાદ યોજાયેલા ફ્લાવર શો નિહાળવા અડધુ અમદાવાદ ઉમટ્યું, અટલ બ્રિજ ઉપર હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ
થાનક નજીક ખોદકામ દરમિયાન મળી આવેલા સિક્કા 1891, 1885, 1901, 1905, 1920, 1980 ના સમયના છે. જેમાં 5 અને 10 પૈસાના સિક્કા પણ છે. આ વાત ચારેતરફ પ્રસરી હતી. આ જૂના સિક્કા એક પ્રકારનો ઐતિહાસિક સિક્કા છે. આજના સમયમાં જૂની ચલણી સિક્કાનું મોટું માર્કેટ છે. સિક્કા માર્કેટમાં ઐતિહાસિક સિક્કાના મોં માંગ્યા દામ મળે છે.
આ પણ વાંચો : Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ