ભાવનગરઃ ભાવનગરના પાલિતાણાના રંડોળા ગામેં લૂંટ વિથ ડબલ મડરની ઘટના બની છે. રંડોળા ગામે વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીની લૂંટારાઓ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ઘરમાં ચોરીના ઇરાદે આવેલા લૂંટારુંએ વૃદ્ધ દંપતીની હત્યા કરી છે. પાલિતાણા પોલીસ સ્ટાફ પહોંચો ઘટના સ્થળે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો વૃદ્ધ દંપતીને પીએમ અર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.