ડભોઇ: ડભોઇ તાલુકાના સાઠોદ ગામે થયેલ એક ઇસમની હત્યા બાદ હત્યાની ફરિયાદ લખાવનાર ફરિયાદીના પરિજનોનો ડભોઇ પોલીસ દ્વારા પૂછપરછના નામે બોલાવી અમાનુષી અત્યાચાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. ચોંકવનારી વિગત એ છે કે હત્યાની ફરિયાદ દાખલ કરાવનાર વૃદ્ધએ પોલીસ દ્વારા કરેલ દમનને લઈને ઝેરી દવા પી જઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં રહેતાં રાકેશ નામના એક ઇસમની હત્યા થઈ હોવાની હકીકત બહાર આવી હતી. જે ઇસમની હત્યા થઈ તેઓના પરિચિત એવા ભાયલાલભાઈ પાવા નામના સિનિયર સીટીઝન દ્વારા હત્યા અંગેની જાણ ડભોઇ પોલીસને કરી હતી અને એ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. આ બનાવમાં ડભોઇ પોલીસ દ્વારા પૂછપરછના નામે ભાયલાલભાઈના પુત્ર રણજીતભાઈના નાનાભાઈ અને રણજિતભાના પુત્ર ધવલને ડભોઇ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતાં. 


છેલ્લા ત્રણ દિવસથી પૂછપરછના નામે ડભોઇ પોલીસ દ્વારા આ ત્રણેય ઈસમો પર જુલમ ગુજારવામાં આવ્યો હતો. સખત માર અને ઇલેક્ટ્રિક શોક પણ પૂછપરછ દરમિયાન પોલિસે આપ્યો હોવાનો આક્ષેપ ધવલ પાવાએ કર્યો હતો. ત્રણ ત્રણ દિવસ સુધી પૂછપરછના બહાને હત્યા આ ત્રણેય વ્યક્તિઓ કરી છે એવી કબૂલાત કરવા માટે પોલીસ દ્વારા દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. 


સમગ્ર બનાવ અંગે જ્યારે આ પાવા પરિવાર ના મોભી અને હત્યાના બનાવ અંગે ફરિયાદ કરનાર ભાયલાલભાઈ ને થઈ ત્યારે તેઓને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને આ ત્રણેય કુટુંબીજનોને સારવાર માટે સયાજી હોસ્પિટલ જવાનું કહી ને પોતે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો.


હત્યા અંગેની ફરિયાદ કરનાર વૃદ્ધના પરિજનોનો ડભોઇ પોલીસ દ્વારા માર માર્યાની માહિતી મળ્યા બાદ ફરિયાદી ભાયલાલ ભાઈએ આત્મહત્યાં કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે છ દિવસ પૂર્વે ડભોઇ તાલુકાના સાઠોદ ગામે વર્ષોથી રહેતા રાકેશ બારોટ ઉર્ફે ટીના ઘરેથી કેટલાક અજાણ્યા ઈસમો 75 હજાર રૂપિયા રોકડા લઈ ગયા હતા અને જતી વખતે રાકેશ બારોટ ઉર્ફે ટીનાને માથાના ભાગમાં ભારે બોથડ પદાર્થ મારી તેને મોતને ઘાટ ઉતારી પલાયન થઈ ગયા હતા. 


ત્યારબાદ બાદ આ ઘટનાના પહેલા પ્રત્યક્ષદર્શી એવા ભાઈલાલભાઈ શંકરભાઈ પાવા ફરીયાદી બન્યા હતા જેને લઇ પોલીસે અલગ-અલગ એજન્સીઓને કામે લગાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાથો સાથ આ સમગ્ર બનાવમાં પ્રેમ પ્રકરણ જવાબદાર તે દિશામાં હાથ ધરી તેમના અંગત પરિવારજનો જોડે જે સંબંધ હતા જે વ્યક્તિઓના નિવેદન લેવાના શરૂ કર્યા હતા.

પૂછપરછની કામગીરીમાં ફરિયાદી ના બે પુત્રો અને પૌત્ર ને પોલીસ મથકે લઈ જઈ માર માર્યાની હકીકત બહાર આવતા ફરિયાદી ભાઈલાલ ભાઈને આઘાત પહોંચ્યો હતો અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ પરિવારના ત્રણ સભ્યો સાથે પોલીસે કરેલ દમનને લઈને આજે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ રણજિત પાવાની પુત્રીએ પોલીસ દ્વારા માર માર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.