અમદાવાદ: સામાન્ય રીતે કોઇ વ્યક્તિની મદદ માટે સૌથી પહેલાં પડોશી કામ આવે છે એટલે જ પડોશીને પહેલો સગો કહેવામાં આવે છે. વાટકી વ્યવહાર ઉપરાંત પડોશી એકબીજાની આર્થિક મદદ પણ કરે છે. પરંતુ અમદાવાદમાં એક વૃદ્ધને પડોશીને આર્થિક મદદ કરવી ભારે પડી ગઇ. વૃદ્ધે જ્યારે ઉધાર પૈસા પરત માંગવાની શરૂઆત કરી તો પડોશી પરિવારના પાંચ સભ્યોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક વિદ્યાર્થીઓને 50 માંથી 52 માર્ક્સ તો કેટલાકને ઝીરો, કેમ આવું? જાણો કારણ


શાહપુરના નાગોરીવાડમાં રહેતા નિવૃત કર્મચારી અશ્વિનભાઇ ભુદરભાઇ દાતણિયાના પડોશમાં રહેતા મનુભાઇ કાપાડિયા સાથે સારા સંબંધો હતા. બંને પરિવારોનું એકબીજાના ઘરે ઉઠક-બેઠક પણ હતી. લગભગ દોઢ વર્ષ પહેલાં મનુભાઇના પરિવાર પર આર્થિક મુશ્કેલી આવી તો તેમણે અશ્વિનભાઇ પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા હતા. મનુભાઇએ તેમને કહ્યું હતું કે તે એપ્રિલ 2020માં નિવૃત થઇ જશે તો મળનાર ફંડમાંથી આ પૈસા પરત કરી દેશે. પરંતુ અશ્વિનભાઇ પાસે આટલા પૈસા ન હતા. તેમણે પત્નીના દાગીના ગિરવે મુકીને 13 લાખ ભેગા કર્યા અને મનુભાઇને આપ્યા. 

મહીસાગરમાં ફરી એકવાર વાઘ દેખાયો, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય


એપ્રિલ 2020માં જ્યારે મનુભાઇ નિવૃત થયા તો અશ્વિનભાઇએ તેમને પૈસા પરત આપવાનું કહ્યું, પરંતુ મનુભાઇએ વાયદા બતાવવાનું શરૂ કરી દીધું. તેના લીધે મંગળવારે સાંજે અશ્વિનભાઇ ફરીથી મનુભાઇના ઘરે પહોંચ્યા અને પોતાના પૈસા પરત આપવા માટે કહ્યું તો આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ. આ દરમિયના મનુભાઇની પત્ની ઉષાબેન, પુત્રી, પારૂલ, સોનલ અને પુત્ર પરાગ એમ કુલ પાંચ લોકોએ મળીને અશ્વિનભાઇ સાથે મારઝૂડ કરી અને છાતીમાં ઇજા પહોંચતાં અશ્વિનભાઇનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતક અશ્વિનભાઇની ફરિયાદ પર પોલીસે પાંચ આરોપીઓ વિરૂદ્ધ મારઝૂડ અને હત્યા કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube