ગૌરવ પટેલ/અમદાવાદ: ચૂંટણીના વર્ષમાં આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જૂની પેન્શન યોજના અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારીઓના જુની પેન્શન યોજનાની માંગના આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જૂની પેન્શન યોજના કર્મચારીના પરિવારની સામાજિક જવાબદારી માટે છે. પેન્શન માટેની રકમ પણ નોકરી દરમિયાન સરકાર કાપે છે. જૂની પેન્શન યોજના મુજબ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે. નવી પેન્શન યોજના મુજબ ખૂબ જ ઓછું પેન્શન મળે છે. 2005 પહેલાના અને 2005 પછીના એમ કર્મચારીઓના ભાગલા કેમ સરકાર કરે છે. 


જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, 2017ની પેટર્નથી 2022ની ચૂંટણી માટે સરકાર કામ કરી રહી છે. કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો આ યોજના લાગુ કરી ચૂક્યા છે, પરંતુ ગુજરાત જેવું વિકસિત રાજ્ય કેમ જૂની પેન્શન યોજના લાગુ નથી કરતી? 2022માં કોંગ્રેસની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. 25 થી 30 કોન્ટ્રાકટરો વચેટિયા છે અને તે ભાજપના છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ લોકોને જ મલાઈ મળે છે. ફિક્સ પગાર પણ ખોટી પ્રથા છે. પરંતુ જો આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનતાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સીગ પ્રથા દુર કરવામાં આવશે. જૂની પેન્શન યોજના કર્મચારીના પરિવારની સામાજિક જવાબદારી માટે છે. 


કોંગ્રેસની સરકાર બનશે તો કોઈ આંદોલન નહીં કરવું પડે
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે પ્રકારે આંદોલન ચાલી રહ્યા છે તે જોતાં ભાજપે થોડી શરમ કરવી જોઈએ. જે કચરીઓએ ખોબલે ખોબલે મત આપ્યા તેમને હક માટે આંદોલન કરવું પડે છે. જે સૈનિકો પોતાનો જીવ આપવા તૈયાર હોય તેવા પૂર્વ સૈનિકોને આજે કેમ આંદોલન કરવું પડે. આજે યુવાનો, કર્મચારીઓ, ખેડૂતો, તલાટીઓ આંદોલન કરી રહ્યા છે. ફિક્સ પગાર નાબૂદી માટે આંદોલન કરી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારથી ગુજરાત વિકાસ કરી રહ્યું છે. ભાજપ સરકારે તો ગુજરાતનો વિકાસ અટકાવ્યો છે. કોંગ્રેસે હંમેશા પ્રજાલક્ષી કાર્યો કર્યા છે. ભાજપ માત્ર તાયફાઓમાં નાણાં વેડફે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube