મિતેશ માળી, પાદરા: છેલ્લા એક મહિનાથી દેશભરમાં ફેલાયેલા મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) ના કેરમાં લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન-બી (Amphotericin B) ઇન્જેકશનની માગ વધી રહી છે. દેશમાં એમ્ફોટેરિસિન ડ્રગ (Amphotericin Drugs) નું સૌથી મોટું ઉત્પાદક વડોદરા (Vaodara) છે. વડોદરાથી જ હાલમાં દર મહિને 8 લાખ ઇન્જેકશન બને તેટલું બલ્કડ્રગ દેશભરની એમ્ફોટેરિસિન બી ઇન્જેકશન બનાવતી ઉત્પાદક કંપનીઓને જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સરકારના નિર્દેશ અને કંપનીના પ્લાનિંગ મુજબ આગામી જૂન બાદ 15 લાખથી વધુ ઇન્જેકશનનું ઉત્પાદન થવા માંડશે. તાજેતરમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસો વધતાં ઇન્જેકશનનોની અછત વર્તાઇ રહી છે. ત્યારે વડોદરા (Vaodara) ની કંપનીએ પહેલ કરી મહારાષ્ટ્ર (Maharashtra) માં 30થી 40 હજાર ઇન્જેકશન માટેનું રો મટિરિયલ મોકલવામાં આવ્યું હતું.

મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ


ઇન્જેક્શનની પણ નિકાસ કરવામાં આવે છે
દેશમાં સૌથી વધુ પ્રમાણમાં એમ્ફોટેરિસિન બી (Amphotericin B) નું મટિરિયલ બનાવતી સારાભાઇ ગ્રૂપની વડોદરાની કંપની સિન્બાયોટિક્સનો પ્લાન્ટ પાદરામાં છે. આ કંપનીમાં છેલ્લા 40 વર્ષથી એમ્ફોટેરિસિન બી (Amphotericin B) ની બલ્ક ડ્રગ તૈયાર થાય છે અને દેશભરને તે આપવામાં આવે છે. એટલું જ નહીં દુનિયાના કેટલાક દેશોમાં પણ આ જ ડ્રગમાંથી બનેલા ઇન્જેકશનની નિકાસ પણ કરવામાં આવે છે. 


કંપનીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લાન્ટમાં હાલમાં મહિનાનું 45 કિલો એમ્ફોટેરિસિન બલ્ક ડ્રગ બને છે. હાલમાં આ પ્લાન્ટમાં 200 જેટલા કર્મચારીઓ અને બાયોએન્જિનિયર્સ રાત દિવસ એમ્ફોટેરિસિનના ઉત્પાદનમાં કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, એમ્ફોટેરિસિન બનાવતી દેશની મોટી બે કંપનીઓ વડોદરા (Vadodara) માં જ છે. આ કંપનીઓ બીડીઆર ફાર્મા, ભારત પેરેન્ટલ્સ છે. જ્યારે અન્ય એક કંપની સિપ્લા પણ ગુજરાતની છે.

હમ નહી સુધરેગેં: વરઘોડામાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ


કેવી રીતે બને છે એમ્ફોટેરિસિનની બલ્ક ડ્રગ?
1. એમ્ફોટેરિસિનનું બલ્ક ડ્રગ એગ્રોબેઝ રો મટિરીયલમાંથી તૈયાર કરવામાં આવે છે. જોકે આ રો મટિરીયલ શું હોય છે તે સિક્રેટ હોય છે પણ આ પ્રોડક્ટને તૈયાર કરતા અગાઉ તેનામાં દહીને જમાવવામાં જે રીતે આથો લાવવામાં આવે છે તેમ કાચા માલને 28 દિવસ સુધી મૂકી રાખવામાં આવે છે. ત્યારબાદ તેના પર રાસાયણિક પ્રક્રિયા કરીને બલ્ક ડ્રગ બનાવવામાં આવે છે.


2. એમ્ફોટેરિસિન બીની ડ્રગ એ એન્ટીફંગલ એન્ટી બાયોટિક હોવાથી સામાન્ય
એન્ટીબાયોટિક ડ્રગ્સથી જુદી હોય છે. કારણ કે તેનો ઉપયોગ બેક્ટેરિયલ ફૂગ મ્યુકરનો નાશ કરવા થાય છે. આ ડ્રગ એન્ટી ટોક્સિક પ્રકારનું છે. તેથી તેનો ઉપયોગ સક્ષમ તબીબ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.


આગામી મહિનાથી 45 ટકા વધુ ઉત્પાદન થતાં ઇન્જેક્શન સહેલાઈથી મળશે
પાદરા પ્લાન્ટની એપ્રિલમાં એમ્ફોટેરિસિન બલ્ડ ડ્રગની ઉત્પાદન ક્ષમતા 15 કિલોની હતી. હાલમાં તેને ત્રણ ગણી વધારીને 45 કિલોની કરી છે, જે દેશમાં સૌથી વધુ છે. આગામી મહિનામાં બીજા 45% જેટલો વધારો કરાશે અને ઉત્પાદન વધીને 65 કિલો થઇ જશે. આગામી મહિનાથી લાઇપોઝોમલ મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન સહેલાઇથી મળતા થઇ જશે.’ - અનુરાગ મહેતા, પ્લાન્ટ મેનેજર, સિન્બાયોટિક્સ લિ.


હાલમાં મહારાષ્ટ્રમાં ઇન્જેકશન રૂ.7400માં વેચાય છે, હવે વડોદરાના રો-મટિરિયલથી રૂ.1,600માં અપાશે
કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને એક ચેનલના ઓનલાઇન કાર્યક્રમમાં પાંચ દિવસ અગાઉ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે વડોદરાની કંપની પાસેથી એમ્ફોટેરિસિનનું રો-મટીરિયલ એક કંપની પાસેથી લીધુ છે. આ મટીરિયલમાંથી અમે 30થી 40,000 ઇન્જેકશન બનાવીશું. 


હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં રૂ.7400માં એક ઇન્જેકશન વેચાય છે અમે વડોદરાના આ રો-મટીરિયલને લીધે રૂ. 1,600માં આ ઇન્જેકશન આપી શકીશું. એમ કહીને ગુજરાત (Gujarat) માં આ ઇન્જેકશનના ભાવ વધુ છે એવો આડકતરો ઉલ્લેખ પણ કરી દીધો હતો. દેશમાં બીજી પાંચ કંપનીઓને પણ એમ્ફોટેરિસિન ઇન્જેકશન ((Amphotericin Injection) બનાવવા માટે કહેવાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube