કિરનસિંહ ગોહેલ/સુરત: સુરતના ઓલપાડના ખેડૂતોમાં ONGC સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. શેરડી ગામના ખેડૂતોએ ONGC પર મંજૂરી લીધા વગર ગેસની પાઈપ લાઈન નાંખ્યાનો આરોપ મૂક્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર પહોંચી ગયા હતાં અને ONGCના કર્મચારીઓ તથા શ્રમિકોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 8.76 લાખ ઉમેદવારો લોકરક્ષક દળની આપશે પરીક્ષા


જોત જોતમાં મામલો ઉગ્ર બન્યો અને ખેડૂતો તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં ખેડૂતો પોતાની માગ સાથે મક્કમ જોવા મળ્યા હતાં. 1982માં હજીરાથી અંકલેશ્વર સુધી આ પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જૂની લાઈનના બદલે આટલા વર્ષો પછી નવી લાઈનની કામગીરી શરુ કરવામાં આવી હતી. અને તે પણ ખેડૂતોને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા કે પછી વળતર આપ્યા વગર ખેડૂતોએ ગેસની પાઈપલાઈનના કારણે શેરડીના પાકને અને જમીનને નુક્સાન થયુ હોવાનો આરોપ મૂક્યો છે. અને ONGC સામે પાક નુક્સાનીના વળતરની માંગ કરી છે.


વધુમાં વાંચો...અમદાવાદીઓને છેલ્લા કેટલાક દિવસોમાં હેલ્મેટ નહિ પહેરવાનો થયો કરોડોનો દંડ, જાણો આંકડો


પોલીસે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં ખેડૂતો પોતાની માંગ સાથે મક્કમ જોવા મળ્યા હતાં. 1982માં હજીરાથી અંકલેશ્વર સુધી આ પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જૂની લાઈનના બદલે આટલા વર્ષો પછી નવી લાઈનની કામગીરી શરુ કરવામાં આવી હતી. અને તે પણ ખેડૂતોને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના આ પ્રકારની કાર્યવાહી ONGC દ્વારા શરૂ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે મોટી બબાલ શરૂ થઇ હતી.