‘અમારા ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે’
ચૂંટણી સમયે પોતાના મત વિસ્તારોમાં લોકોને પાસે મતની આપવાની આજીજી કરતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ ભાગ્યે જ દેખાતા હોય, ત્યારે પોતાના ચૂંટાયેલા નેતા કેવી રીતે લોકોને મળે અને તેમના પ્રશ્ર્નોનું નિરાકણ લાવે તે સૌથી મોટો સવાલ હોય છે. ત્યારે લોકો અનેક વખત પોતાના નેતા ખોલાયેલા છે અથવા તો ગુમ થયા છે તેવા બેનરો કે પોસ્ટરો લગાવતા હોય છે, ત્યારે આવું જ સુરતમાં બન્યું છે. જ્યાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા છે, તેવા બેનર મોટા વરાછા વિસ્તારમાં લગાવામાં આવ્યા છે.
તેજસ મોદી/સુરત : ચૂંટણી સમયે પોતાના મત વિસ્તારોમાં લોકોને પાસે મતની આપવાની આજીજી કરતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ ભાગ્યે જ દેખાતા હોય, ત્યારે પોતાના ચૂંટાયેલા નેતા કેવી રીતે લોકોને મળે અને તેમના પ્રશ્ર્નોનું નિરાકણ લાવે તે સૌથી મોટો સવાલ હોય છે. ત્યારે લોકો અનેક વખત પોતાના નેતા ખોલાયેલા છે અથવા તો ગુમ થયા છે તેવા બેનરો કે પોસ્ટરો લગાવતા હોય છે, ત્યારે આવું જ સુરતમાં બન્યું છે. જ્યાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા છે, તેવા બેનર મોટા વરાછા વિસ્તારમાં લગાવામાં આવ્યા છે.
મોટા વરાછામાં રહેતા નરેશ વિરાણીએ સુદામા ચોક વિસ્તારમાં આ બેનર લગાવ્યું છે, બેનરમાં લખવામાં આવ્યું છે કે, ખોવાયેલ છે, અમારા ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ (ઓલપાડ) ચુંટણી જીત્યા બાદ ખોવાયેલ છે. અમારા મોટા વરાછા વિસ્તારમાંથી દરરોજ 10 થી 12 મોબાઈલની સ્નેચર્સ દ્વારા ચીલઝડપ થતી હોય. એવા સમયે પણ અમારો નેતા જોવા ન મળે તો આવા નેતાનું આપણે શું કામ છે? મુકેશ પટેલના રાજમાં મોબાઈલ સ્નેચર્સનો રાફડો ફાટ્યો, અમારા ધારાસભ્યને જો અહીંયા મોઢું પણ દેખાડવું ન હોય તો રાજીનામું આપો.
બેનર લગાડનાર નરેશ વિરાણીનું કહેવું છે કે, અમારો વિસ્તાર શહેરી છે, પરતું તેનો મત વિસ્તાર ઓલપાડનો છે. અમારા વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ 2017માં જ્યારથી ચૂંટણી જીતીને ગયા છે, ત્યાર પછી એક વખત પણ અમારા વિસ્તારની મુલાકાત લીધી નથી. છેલ્લા બે મહિનાથી મોબાઈલ અને ચેન ચોરોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે દરરોજના 10 થી 12 મોબાઈલો માત્ર અમારા જ વિસ્તારમાંથી ચોરી અને લૂંટ કરીને લઇ જાય છે. આ અંગે અમે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જઈ છે, તો ફરિયાદ પોલીસ દ્વારા નોંધાતી નથી. તો પછી અમારે ફરિયાદ કરવા ક્યાં જવું, અમારા ધારાસભ્ય ખોવાઈ ગયેલા છે, તેવું આજે અમારે સુદામા ચોકમાં બેનર લગાવવું પડ્યું છે. લોકોને અપીલ છે કે જો તમને મુકેશ પટેલ મળી આવે તો અમને જાણ કરાવી અથવા અમારા વિસ્તારમાં સહી સલામત જાણ કરવા વિનંતી.
આ અંગે ઝી 24 કલાક દ્વારા ધારાસભ્ય મુકેશ પટેલ સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, આ વિસ્તાર સુરતનો ઝડપથી વિકસિત થઇ રહેલો વિસ્તાર છે. અહીં વિકાસના તમામ કામો કરવામાં આવી રહ્યા છે અને આ વિસ્તારમાં હું સતત મુલાકાતો કરતો રહું છે. અને જે બેનર લગાવવામાં આવ્યા છે, તેમાં મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ અંગે લખવામાં આવ્યું છે. તેમાં પોલીસ 37 થી 38 ગુનાઓ નોંધ્યા હતાં. જેમાંથી 31 જેટલી ઘટનાઓમાં પોલીસે કેસ ઉકેલી નાંખવામાં સફળતા મેળવી રહી હતી. આમ આ આરોપો તદ્દન ખોટા છે.