2014 પહેલા દેશનું નેતૃત્વ ભયના માહોલમાં જીવતુ હતું : ઓમ માથુર
ગુજરાત ભાજપ લોકસભા પ્રભારી ઓમ માથુર આજે અમદાવાદની મુલાકાતે હતા. સવારે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કિંજલ મિશ્રા/અમદાવાદ : ગુજરાત ભાજપ લોકસભા પ્રભારી ઓમ માથુર આજે અમદાવાદની મુલાકાતે હતા. સવારે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરે તેઓ મીડિયા સંબોધનમાં પ્રથમ વાર સંવિધાન માં સંશોધન કરીને 10 % આર્થિક આધાર પર આરક્ષણની જાહેરાત કરાઈ અને તેનો અમલ ગુજરાતમા સૌથી પહેલા કરાયો તે વિશે અભિનંદન આપ્યા હતા. ભાજપના પ્રદેશ લોકસભા પ્રભારી ઓમ માથુરે ગુજરાત સરકારને અભિનંદન પાઠવીને કહ્યું કે, ગુરાત સરકારે સવર્ણ અનામત સૌથી પહેલા લાગુ કર્યું.
ઓમ માથુરે મીડિયા સમક્ષ કહ્યું કે, 2014 બાદ દેશમાં માહોલ બદલાયો છે. આઝાદી બાદ પહેલીવાર એવો વડાપ્રધાન મળ્યો છે, જે ગામ-ગીરબી, કિસાન મજૂબ બધાની ચિંતા કરે છે. 2014માં દરમિયાન મોદીજીએ ઈલેક્શન પ્રચારમાં કહ્યું હતું કે, મારી સરકાર ગામ અને ગરીબને સમર્પિત હશે. હાલ જે યોજનાઓ બની છે તે કલ્પના ન હતી. કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં જે પણ યોજના બનાવી એ ગામ ગરીબ સહિતના વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેઓએ તે સમયે જ્યારે દેશ ભ્રમણ કર્યું ત્યારે તેમણે પૂર્વાંચલ તથા દેશના અન્ય વિસ્તારોની સ્થિતિ જોઈ હતી. ત્યારથી જ સબકા સાથ સબકા વિકાસ સ્લેગન નીકળ્યું હતું. જનતાએ તેમના નેતૃત્વને સ્વીકાર્યું છે. અમે મોટા ક્ષેત્રમાં 16 પ્રાંતમાં અમારી સરકાર છે.
તેમણે કહ્યું કે, 2014 પહેલા દેશનું નેતૃત્વ ભયના માહોલમાં જીવતુ હતું. અમેરિકા જશું તો રશિયા નારાજ થશે. ચીન જશુ તો જાપાન નારાજ થશે એવું બધુ થતું. આ તમામ બેરિયરને તોડીને મોદીજીએ સમગ્ર વિશ્વમાં આપણું એક સ્થાન બનાવ્યું છે. આજે આખી દુનિયા આપણી વાત સાંભળવા તૈયાર છે. આજે દુનિયાભરની સેના પણ આપણી સાથે મળીને યુદ્ધભ્યાસ કરી રહી છે.
મહાગઠબંધન વિશે તેઓએ કહ્યું કે, મહાગઠબંધની ચર્ચા એટલા માટે થાય છે કે વિપક્ષોને લાગે છે કે, અમે હવે એકલા હરાવું મુશ્કેલ છે. જનતા અમારી સાથે છે. તેથી હવે તેઓ એક થયા છે. આ પહેલા પણ અનેકવાર મહાગઠબંધન એકઠું થયું છે. આ એ લોકો છે જેઓએ આત્યાર સુધી દેશની લૂંટ મચાવી હતી, અને અમે લૂંટ બંધ કરી છે. તે માટે તેઓ એકજૂટ થયા છે. મહાગઠબંધનને જનતા પણ સમજે છે. હાલ યુપીમાં જ થયું. તે ક્યાં સુધી ચાલશે, ઈલક્શન આવતા સુધી તેઓ ક્યાં સુધી વિખેરાઈ જશે.