અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ આગળ વધી રહ્યા છે. જેના કારણે ઓમિક્રોનના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે. સંક્રમણનો રેટ અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જો કે હાલની સ્થિતિ જોતા ફેબ્રુઆરીમાં કોરોના ટોચે હશે. જો કે ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે કોરોનામાં ઘટાડો આવશે. આ અંગે જણાવતા કેન્દ્રની કોર કમિટીમાં રહેલા ડોક્ટર દિલિપ માવલંકરે જણાવ્યું કે, કોરોનાના આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી. આ અંગે તેમણે જણાવ્યું કે, સાઉથ આફ્રિકાની સ્થિતિ ઓમિક્રોનનાં કારણે થોડી ગંભીર છે. તેનાથી વધારે વસતી ગુજરાતની છે. જે ઝડપે કોરોના વધી રહ્યો છે તે જોતા ફેબ્રુઆરીમાં કોરોના ટોચ પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dy.SP એ વાળ ખેંચતા આદિવાસીઓએ મુંડન કરાવ્યું, નિમિષા સુથારનો થઇ રહ્યો છે વિરોધ


જ્યારે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના પુરો થશે તેવા ટોચનાં ત્રણ રાજ્યોમાં હશે. આ વખતે કોરોનાના આંકડા રેકોર્ડ સ્થાપિત કરશે. આ કોરોનાનો ચોથો વેવ હશે. જો કે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. જો કે આ કોરોનાના આંકડામાં કોવિડ અને ઓમિક્રોનના કેસ કેટલા છે તે જાણ્યા બાદ જ ટ્રેન્ડની ખબર પડશે. ઓમિક્રોનનાં ટેસ્ટ ઓછા થઇ રહ્યા હોવાથી હાલ ટ્રેન્ડ સ્પષ્ટ નથી થઇ રહ્યો તેવું પણ તેમણે જણાવ્યુંહ તું. જો કે સાથે સાથે તેમણે તે પણ જણાવ્યું કે, હાલ ઓમિક્રોનનાં કુલ કેસ પૈકી અડધા કેસ અમદાવાદમાં છે. આગામી દોઢ મહિનામાં કોરોના પોતાના પીક પર હશે. ત્યાર બાદ ડાઉનફોલ આવશે. 


કોંગ્રેસે હરામનું ખાધું છે તે શૌચાલયમાં ધડાકા કરી શકે, પોખરણનો ધડાકો તમારી સાત પેઢીનું કામ નથી: વજુભાઇ વાળા


જો કે સૌથી સકારાત્મક સમાચાર છે કે, પેન્ડેમિકમાં સામાન્ય રીતે પેન્ડેમિકમાં ચાર વેવ હોય છે. અમદાવાદમાં તો ચોથી વેવ છે. અહીં પહેલા વેવ એપ્રિલ 2020માં, બીજી દિવાળી 2020 માં અને ત્રીજી એપ્રિલ 2021 આવી હતી. આ દિવાળી 2021 માં સામાન્ય સ્થિતિ રહી હતી. હવે કદાચ આ છેલ્લો વેવ હોય તેવી શક્યતા છે. જેથી આ સકારાત્મક સમાચાર કહી શકાય. આ વેવ બાદ કોરોનાનો એક પણ વેવ નહી આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મોટી મહામારીઓ અત્યાર સુધી આ જ પેટર્નથી ચાલી હોવાનું કોરોનામાં પણ આ પેટર્ન ચાલે તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube