ઓમિક્રોનની દહેશત: આ મહિનામાં દીવ દમણ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો માંડી વાળજો, નહીં તો પડશે ધરમનો `ધક્કો`
દીવ, દમણ અને દાદરાનગરમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ત્રણેય જગ્યાએ કર્ફ્યૂ રહેશે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતમાં છેલ્લાં દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. ત્યારે 31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી ઘણા લોકો મોટા ભાગે યુવા વર્ગ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. દીવ-દમણમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂમાં વધારો કરાયો છે. રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. ઑમિક્રોન વેરિયન્ટની દહેશતના પગલે રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ કરાયો છે.
મળતી માહિતી પ્રમાણે દીવ, દમણ અને દાદરાનગરમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ત્રણેય જગ્યાએ કર્ફ્યૂ રહેશે. અંતે ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ ઓમીક્રોનના બે કેસ સામે આવ્યા છે. આજે કર્ણાટકમાં બે કેસ નોંધાયા છે. જેના પગલે સાવચેતી રાખવી જરૂરી છે.
છે અને ત્રીજી લહેરનો ખતરો લગભગ ખતમ થઇ ચુક્યો છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના નવા અને અતિજોખમી એવા ઓમિક્રોન વેરિયન્ટથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, હવે દેશમાં પણ ઓમિક્રોન વેરિયન્ટએ દસ્તક કરી દીધી છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ સામે આવ્યા છે જેને લઈને દેશમાં પણ હવે દહેશતનો માહોલ ઉભો થયો છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર સંઘ પ્રદેશથી આવી રહ્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. સંઘ પ્રદેશોમાં લગાવવામાં આવેલ નાઈટ કરફ્યુને લઈને હવે આગામી 31 ડિસેમ્બરે યોજાનારી થર્ટી ફર્સ્ટની ઉજવણીઓ પર મોટો સવાલ ઉભો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube