અમદાવાદ : LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે.  આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: કોર્પોરેટરની ગાંધીગીરી, સ્થાનિક પ્રશ્નો મુદ્દે પોસ્ટકાર્ડ અભિયાન ચાલુ કરાયું


1-8-18નો પરિપત્ર રદ્દ થાય ત્યાર બાદ જ આંદોલન પુર્ણ: અનામત વર્ગ
જો કે આ મુદ્દે સરકાર દ્વારા જાહેરાત બાદ પણ બંન્ને પક્ષો કોઇ પણ રીતે માનવા તૈયાર નથી અને ધરણા પુર્ણ થાય તેવું ઇચ્છતા નથી. બિન અનામત વર્ગની મહિલાઓ અને આગેવાનોએ તમામ દ્વારા એક સુરમાં કહેવામાં આવ્યું કે, 1-8-18નો પરિપત્ર રદ્દ કરવામાં આવે. તેઓ કોઇ બેઠકો વધારવા માટે અહીં બેઠા નહોતા. તેમની માંગ હતી કે પરિપત્રનો રદ્દ કરવામાં આવે. સરકારે હાલ કોર્ટનાં નામે આ મુદ્દાને સાઇડમાં રાખીને ભરતીની બેઠકો વધારીને આંદોલનકર્તાઓને લોલીપોપ આપવાનો પ્રયાસ કર્યો છે. આ લોલીપોપ અમને કોઇ કાળે સ્વિકાર્ય નથી. 1-8-18નો પરિપત્ર રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 


LRDનો સુખદ અંત? 62.5 થી વધારે માર્ક મેળવનાર તમામ યુવતીઓની ભરતી થશે
પરિપત્ર અંગે સરકાર સ્પષ્ટતા કરે: સવર્ણ વર્ગ
આ મુદ્દે સવર્ણ વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ મુદ્દે સરકાર દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે લોલિપોપ સમાન છે. સરકારે 1-8-18નાં પરિપત્ર અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. હાલ તો આંદોલન ચાલુ જ રહેશે. અમારી બેઠક કાલે આયોજીત થશે. તેમાં સરકારનાં નિર્ણયનો અભ્યાસ કરવામાં આવશે. યોગ્ય અભ્યાસ બાદ જ નિર્ણય લેવામાં આવશે કેઆંદોલન સમેટવું કે કેમ. હાલ તો અમારુ આંદોલન ચાલુ જ છે. સરકારે 1-8-18નાં પરિપત્ર અંગે પણ પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube