Gandhi Ji Punyatithi હિતલ પારેખ/ગાંધીનગર : શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવે છે. ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે 10 ને 59 મિનિટે સાયરન વગાડવામાં આવે છે અને બે મિનિટનું મૌન પાળવામાં ાવે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો જોકે આજે વાસ્તવિકતા બિલકુલ અલગ છે. ગુજરાત વિધાનસભા માં મુકાયેલી સાયરન વાગી હતી જો કે બે મિનિટની મૌન પાળવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તા પરનો ટ્રાફિક પણ કઈ જ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જોઈ શકાતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે ગાઁધીનગરમાં આજે વાસ્તવિકતા બિલકુલ અલગ જોવા મળી. ગુજરાત વિધાનસભા માં મુકાયેલી સાયરન વાગ્યુ હતું, જો કે બે મિનિટની મૌન પાડવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તા પરનો ટ્રાફિક પણ કઈ જ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જોઈ શકાતી હતી. 


અમદાવાદના આ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, એવા ભાવ ઉંચકાશે કે કરોડોમાં રમશો


ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યભરમાં સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સચિવાલય ખાતે કર્મયોગીઓ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ  હતી. મહાત્મા ગાંધી નિરવારણ દિવસને શહીદ દિન નિમિત્તે રાજ્યમાં 10- 59 મિનિટે સાયરન સાથે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું. ગાંધીનગરમાં પણ અલગ અલગ જગ્યાએ મુકાયેલી સાયરન વાગતા કર્મચારી અધિકારીઓ પોતાની જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર પણ ઊભા થઈ ગયા હતા. બે મિનિટનું મૌન પાડીને શહીદોને સલામી અપાઈ હતી. 


ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા વીર શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪ને મંગળવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાય છે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું હતું.


પાયલટ બની રાણા સમાજનું ગૌરવ વધાર્યુ આ દીકરીએ : કહ્યું, હું તો ઉડવા માટે જ બની છું


મંગળવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાઈ હતી. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી હતી. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે, એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું હોય છે. 


ગાંધીનગરમાં પણ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું હતું. સાથે જ શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી હતી. 


દીકરીઓ લવ જેહાદથી બચાવવા પાટીદારોએ કમર કસી : ભોગ બનેલી કેરળની 5 મહિલાઓ આજે અમદાવાદમા