શિક્ષક દિવસ નિમિતે અનાથ બાળકોને હવાઇ મુસાફરી અને પ્લેનની સમજ આપવામાં આવી
તેજસ મોદી/સુરતઃ સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા સુરત શહેરને હવાઈસેવાનો લાભ મળે તે માટે સેવાકીય ઉદ્દેશથી વર્ષ 2014 થી ચાલુ કરવામાં આવેલી એરક્રાફ્ટ સેવા આજે શિક્ષકદિન નિમિત્તે સુરતના સૌથી જૂના એવા અનાથાશ્રમના બાળકોને હવાઈ મુસાફરી કરાવવામાં આવી હતી. એરલાઈન્સ કંપનીએ જણાવ્યું કે, અમારી કંપનીનું એરફ્રાફ્ટ છેલ્લા 7 વર્ષથી સુરતમાં એકમાત્ર સેવાકીય ઉદ્દેશ્ય સાથે સેવારત્ત છે. જે સમયે સુરતમાં એરપોર્ટ પર કોઈપણ એરલાઈન્સ કંપની ફ્લાઈટ ચલાવવા માટે તૈયારી દર્શાવતી નહોતી. તે સમયે સુરતને અન્યાય થતો જોઈને સુરતના જ ઉદ્યોગપતિઓ દ્વારા આ એરલાઈન્સ ચાલુ કરવામાં આવી હતી. આજે સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ ચાલુ થઈ ગઈ છે.
સાણંદના મહારાજા જયશિવસિંહ વાઘેલાનું નિધન, પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરાયું
એરલાઇન્સ દ્વારા શહેરની સેવા માટે કોઈક નવી રીતે આયોજન કરવામાં આવતું હોય છે. તેના અનુસંધાનમાં આ વર્ષે સુરતના સૌથી જૂના એવા અનાથાશ્રમના બાળકોને શિક્ષણમાં આગળ વધવાનું લક્ષ્ય રહે અને અધવચ્ચેથી અભ્યાસ છોડી ના દે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ વર્ષે અનાથ બાળકોને હવાઈ મુસાફરી કરાવી તેમના શિક્ષણક્ષેત્રે કારકિર્દી ઉજ્જવળ બને અને સમાજથી વિખૂટા ના પડે તે માટે પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ વિમાન વિશેની સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ પાયલોટ બનવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય તે સમજાવીને બાળકોને હવાઈ મુસાફરીનો આનંદ આપવામાં આવ્યો હતો.
આ સાથે બાળકોને ઉત્સાહ વધારવા માટે એક વિશિષ્ટ પ્રોગ્રામ આપીને બાળકોને વિશિષ્ટ ઈનામથી નવાજવામાં આવ્યા હતા. આ અંગે અનાથાશ્રમના સંચાલક સાથેની વાતચીત મુજબ આટલા વર્ષોમાં સૌપ્રથમ વખત આ પ્રકારની હવાઈ મુસાફરીનો ઉમદા ઉદ્દેશ્ય લઈને એરક્રાફ્ટ કંપની અમારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જે ખરેખર પ્રશંસનીય છે અને વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવે તે માટે અમે સપૂર્ણ પ્રયત્નશીલ રહીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube