ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. મહિલાઓમાં પારિવારિક કારણોને કારણે આપઘાતના બનાવો વધ્યાં તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યાં. ચાલુ વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યાં છે. આ આંકડાઓમાં વિદ્યાર્થીઓ કયા કારણોસર આપઘાત કર્યાં છે તેની પણ માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનો ખુલાસો કર્યો છે. 


  • છેલ્લા 3 વર્ષમાં 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો..

  • વર્ષ 2020-21 માં 8 હજાર 307 વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત

  • વર્ષ 2021-22 માં 8 હજાર 614 વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત

  • વર્ષ 2022-23 માં 8 હજાર 557 વ્યક્તિઓએ કર્યો આપઘાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2020-21 માં 8,307 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22 માં 8,614 લોકોએ આપઘાત કર્યો હતો. આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી, જ્યારે 180 પોલીસ પકડથી દૂર છે. આપઘાતના વિવિધ કારણો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકોએ આપઘાત કર્યો હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે, તો હત્યા, લૂંટ તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ સિવાય માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને આપઘાત કાર્યો હોવાની વિગતો સામે આવી છે. અતારાંકિત પ્રશ્નોત્તરીમાં વિગતો જાહેર કરાઇ છે.