સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટના યાજ્ઞિન રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. પાંચ જેટલી ફાયરની ટીમ સતત પાણીનો મારો કરતા હોવા છતા પણ આગા પર કાબૂ મેળવી શકાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુકાનોમાં લાગેલી આગ વિકરાળ બનતા 3 દુકાનો તેની ઝપેટમાં આવી ગઇ છે. આહને કારણે ધુમાડાના ગોટેગાટા ઉડી રહ્યા છે. મોટી સંખ્યામાં કોમ્પલેક્ષના લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. 10 જેટલા લોકો ફસાઇ જવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ફાયરની ટીમ દ્વારા લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.


વધુ વાંચો...જસદણ પેટા ચૂંટણી : કુંવરજી બાવળીયા પાંચ વાર જીતી ચૂક્યા છે 'જસદણનો જંગ'


કોમ્પલેક્ષના પ્રથમ માળે  આવેલી એક દુકાનના માલિક બપોરના સમયે જણવા ઘરે જતા દુકાનામાં શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હતી. આગના વિકરાળ સ્વરૂપને કારણે કોમ્પલેક્ષમાં લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત કરવામાં આવી રહી છે.  ફાયરની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ચામડાના ગોડાઉનમાં આગ લાગવાને કરાણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.